22.3 C
Gujarat
Sunday, December 8, 2024

અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, જો જાહેરસભામાં કાળા વાવટા ફરકાવશો તો થશે કાયદેસરની કાર્યવાહી

Share

અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય એ માટે અમદાવાદના પોલીસ કમિશ્નર જી. એસ. મલિકે અમદાવાદ શહેરમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસારની રૅલી, સભા, સરઘસ દરમ્યાન કોઈએ કાળા વાવટા ફરકાવવા નહીં કે ઉશ્કેરણીજનક બૅનરો અને પ્લૅકાર્ડ્સ બતાવવાં નહીં અથવા કોઈની વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવો નહીં એવો પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધનો અમલ ગઈ કાલથી શરૂ કરીને 7 મે એટલે કે મતદાનના દિવસ સુધી અમલમાં રહેશે.

અમદાવાદ પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પડ્યું છે. અને આ જાહેરનામામાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં પ્રવર્તમાન હાલની શાંતી અને સલામતી જળવાઇ રહે તે અનુસંધાને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને થનાર પ્રચાર-પ્રસાર અન્વયેની રેલી/સભા/સરઘસમાં કોઇના કોઇ કારણો આગળ ધરી કેટલાક ઈસમો કે જુથ દ્વારા વિરોધ કરવાની તથા કાળાવાવટા ફરકાવી, સુત્રોચ્ચાર કરી, પ્લે કાર્ડ/ બેનરો દર્શાવી કે આક્રમક કે ઉશ્કેરણી જનક ભાષણ/ સુત્રોચ્ચાર કરી જે તે વિસ્તારની શાંતી સલામતી જોખમાવવાની પુરેપુરી સંભાવના જણાતી હોય તથા જાહેર સુલેહ શાંતી ભંગ કે હુલ્લડ કે બખેડો થવાની પુરીપુરી સંભાવના રહેલી હોય જે બાબતો લક્ષમાં લેતા સામાન્ય નાગરિકોની સલામતિ અને સુરક્ષા અને યોગ્ય જાહેર વ્યવસ્થા જાળવવા સારૂ નિયમન રાખવાની જરૂર જણાય છે. તેથી હવે આ લોકસભા સામાન્ય ચુંટણી 2024 ના પ્રચાર પ્રસારની રેલી/સભા/સરઘસ દરમ્યાન કોઇએ કાળાવાવટા ફરકાવવા નહિ, કે ઉશ્કેરણીજનક બેનર વગેરે બતાવવુ નહિ અથવા કોઇ વિરૂધ્ધમાં ઉશ્કેરણીજનક સુત્રોચ્ચાર ના કરવા જણાવવામાં આવ્યું છે.

આ જાહેરનામાંનો અમલ 17 એપ્રિલથી લઈ અને 7મી મે સુધી મતદાર પૂરું થવા સુધી યથાવત રહેશે. જો તેનો અમલ નહીં કરવામાં આવે તો તેમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે ચૂંટણી પહેલા તમને કોઈના વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરતાં પહેલા ધ્યાન રાખજો.ઉલ્લેખનીય છે કે રાજપૂતોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવાનું એલાન કર્યું છે અને બીજી તરફ અમદાવાદમાં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રોડ-શો છે એવા સમયે કોઈ સમસ્યા ન થાય એવી ભીતિ પોલીસને હોઈ શકે છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles