અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પૂર્વ વિસ્તારના લોકોને ટ્રાફિક અને હાલાકીનો સામનો નહી કરવો પડે કારણ કે, કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર બ્રિજ આજે રવિવારે ખુલ્લો મુકાયો છે.ઘોડાસર બ્રિજ શરૂ થવાના કારણે રોજના 2.50 લાખ જેટલા વાહનચાલકોને ફાયદો થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પૂર્વના વિસ્તાર ઘોડાસર, નારોલ અને નરોડાના લોકો માટે રાહતની વાત છે કે, નાગરિકો માટે નવનિર્મિત ઘોડાસર બ્રિજ ખુલ્લો મુકાયો છે. ઈસનપુરથી કેડિલા બ્રિજને જોડતા BRTS રોડ પર 707 મીટર લાંબો ફોર લેન ફ્લાય ઓવરબ્રિજ નવનિર્મિત ઘોડાસર બ્રિજ ખુલ્લો મૂકાતા પ્રજાએ ટ્રાફિકની સમસ્યાથી હાશકારો અનુભવ્યો છે. અત્રે જણાવીએ કે, લોડિંગ ટેસ્ટ બાદ સત્તાવાર રીતે ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકાયો છે. આચારસંહિતાના કારણે ઉદ્ઘાટન ન કરી પ્રજા માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. નરોડાથી સરખેજ અને સરખેજથી મણિનગર, એરપોર્ટ તરફ જવા માટે લોકોને સરળતા રહેશે.ઉલ્લેખનીય છે કે, ઘોડાસર બ્રિજ શરૂ થવાના કારણે રોજના 2.50 લાખ જેટલા વાહનચાલકોને ફાયદો થશે.
View this post on Instagram
અંદાજે રૂપિયા 62 કરોડના ખર્ચે ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. જે જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ઈંધણ અને સમય બંન્નેની બચત થશે. ઘોડાસર બ્રિજ બનવાના કારણે 2.50 લાખ જેટલા વાહન ચાલકોને ફાયદો થશે અને ઈંધણ તેમજ સમયની બચત થશે.
તમને જણાવી દઈએ કે છેલ્લા છ વર્ષથી બ્રિજની કામગીરી ચાલી રહી હતી. કોરોનાના કારણે બે વર્ષ કામગીરીમાં અસર પડી હતી પરંતુ, ત્યારબાદ કામગીરી ઝડપી થવાની જગ્યાએ મંથન ગતિએ કામ ચાલતું હોવાના કારણે ઝડપી કામગીરી પૂર્ણ થઈ શકી નહોતી.