અમદાવાદ : લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિવાદોથી અત્યારે ગુજરાતની ચૂંટણી ઘેરાયેલી છે. ખાસ તો આ રૂપાલા વિવાદ અત્યારે ગુજરાતમાં ચરમસીમાએ છે. પરષોત્તમ રૂપાલા (Parshottam Rupla)ના એક નિવેદન બાદ સમગ્ર ગુજરાત (Gujarat)માં એક રોષનું મોજું ફરી વળ્યું છે.
રાજ્યમાં જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જેવા સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં ભાજપની સભાઓમાં ક્ષત્રિયોએ ભારે વિરોધ કરતા રહ્યા છે. ત્યારે સાથે જ હવે ગુજરાતમાં વડાપ્રધાનની સભાઓનું આયોજન છે. ત્યારે ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ દ્વારા એક પત્ર લખી સમાજને અપીલ કરવામાં આવી છે. શાંતિપૂર્વક અને શિસ્ત સાથે આંદોલન ચાલુ રાખવા માટે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.