અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી આરક્ષણ કેન્દ્રો અને IRCTC ની વેબસાઈટ પર બુકીંગ શરૂ થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશ્યલ ટ્રેન 5 મે 2024 ને રવિવારે સાબરમતીથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:00 કલાકે હરિદ્વાર પહોંચશે. ટ્રેન નંબર 09426 હરિદ્વાર- સાબરમતી સ્પેશ્યલ 6 મે 2024 સોમવારે હરિદ્વારખથી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી પહોંચશે.
પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરેલ સાબરમતી થી હરિદ્વાર સ્પેશ્યલ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્લી, ગાજિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે. તેમજ આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે.
ટ્રેન નંબર 09425નું બુકિંગ 4 મે, 2024થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફર www.enquiry.indianrail.gov.in પર જઈને જાણી શકે છે.