અમદાવાદ : એક તરફ આજે ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતના લાખો પરિવારોમાં આજે ખુશીનો દિવસ છે. ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ-10 ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. ધોરણ 10નું પરિણામ 11 મીના રોજ સવારે આઠ વાગે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી કે,ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મીના રોજ સવારે આઠ વાગે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. ધોરણ 10માં કુલ 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આજે સવારે 9 વાગ્યે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ધોરણ-12નું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 63573 00971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસ.આર. શાળાઓમાં મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.