27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

ટૂંક સમયમાં અમદાવાદમાં રાજ્યની પ્રથમ હરતી ફરતી પાસપોર્ટ સેવા વાન ખુલ્લી મૂકાશે

Share

અમદાવાદ : શહેરમાં હવે રસ્તા પર પાસપોર્ટ સેવા વાન હરતી ફરતી જોવા મળશે. રાજ્યની પ્રથમ અમદાવાદ શહેરમાં થોડા જ દિવસોમાં પાસપોર્ટ વાન સેવા શરૂૂ થશે. રાજ્યમાં પ્રથમ વખત આજે અમદાવાદ શહેરમાં પાસપોર્ટ વાનને ગુલબાઈ ટેકરા ખાતે આવેલા રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ખુલ્લી મૂકાશે. અરજદારોને ઓનલાઈન અપોઈન્ટમેન્ટ માટે ઓનલાઈન પાસપોર્ટ સેવા વાનનો વિકલ્પ આપવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યની પ્રથમ અમદાવાદ શહેરમાં થોડા જ દિવસોમાં પાસપોર્ટ વાન સેવા શરૂૂ થશે. આ પાસપોર્ટ સર્વિસ વાનમાં 2 ટેબલો લગાવામાં આવ્યા છે. જે ફૂલ્લી એસીથી સજ્જ વાન રહેશએ અને અહીં 2 કમ્પ્યુટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે અહીં 2 કર્મીઓ અંદર બેસી શકશે અને કામ કરશે. હજુ આ ટ્રાયલ રન પર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ચંદીગઢમાં તે સફળથા પૂર્વક ચાલ્યો હતો જેથી કરીને હવે ગુજરાતમાં આને શરૂ કરાયો અને બાદમાં એવા પણ પ્લાનિંગ છે કે અમદાવાદ સિવાય અન્ય 3 સ્થળે પણ આને ખુલ્લો મુકાશે.

શહેરના વિવિધ લોકેશન પર પણ આ વાનને તૈનાત કરાય એવી કામગીરી પણ ચાલશે. એટલું જ નહીં જ્યારે કોઈપણ વ્યક્તિ પાસપોર્ટને લગતી અરજી કરે તો તેને એપોઈન્ટમેન્ટ માટે ઓનલાઈન પાસપોર્ટ સર્વિસ વેનનો પણ વિકલ્પ આપવામાં આવશે. અત્યારે આ પહેલી વાનને તો રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ખુલ્લી મુકાશે ત્યારબાદ અમદાવાદની આસપાસના ગામડામાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં પોસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્રની સુવિધા મળવી મુશ્કેલ છે તેવી જગ્યા પર આ વેન કાર્યરત રહેશે.

આ સુવિધાને પગલે વેઈટિંગ પિરિયડ જે પ્રમાણે વધી રહ્યો છે તે પણ ઘટશે અને આ વાનનું સમયાંતરે લોકેશન શહેરભરમાં ચેન્જ થશે જેથી કરીને બધા જ સ્થળે આ ફરે. અહીં પાસપોર્ટને લગતા તમામ નાના મોટા કામ કરાશે એવી પ્રાથમિક માહિતી પણ મળી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles