અમદાવાદ : અમદાવાદમાં કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ પ્રશાસનની સાથે શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તેના હસ્તકની તમામ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપી અને કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. કચેરી દ્વારા શાળાઓને સૂચના અપાઇ છે કે હાલ વેકેશનનો સમય છે, જેથી બાળકો શાળામાં નથી તેમ છતાં પરિસરમાં સુરક્ષાકર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે. જેથી કરીને શાળામાં બનતી ગતિવિધિ અંગે ધ્યાન રાખી શકાય.
અમદાવાદ ગ્રામ્યના DEO કૃપા ઝાના જણાવ્યા મુજબ શાળાઓને સૂચના અપાઇ છે કે, હાલ વેકેશનનો સમય છે, જેથી બાળકો શાળામાં નથી. તેમ છતાં પરિસરમાં સુરક્ષાકર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે. જેથી કરીને શાળામાં બનતી ગતિવિધિ અંગે ધ્યાન રાખી શકાય. સાથે સાથે સૌથી મોટી બાબતે છે કે છે કે અગાઉ 6 મેના રોજ ઈમેલથી ધમકી મળી હતી. જેથી શાળાના અધિકૃત મેઇલ પર આવતા તમામ મેઈલનું ધ્યાન રાખીને જો કોઈ શંકાસ્પદ મેઈલ કે સંદેશ જણાય તો તાત્કાલિક પોલીસ પ્રશાસન અને કચેરીને જાણ કરવા માટે પણ સૂચના અપાઇ છે.
શાળાના અધિકૃત મેઇલ પર આવતા તમામ મેઈલનું ધ્યાન રાખી જો કોઈ શંકાસ્પદ મેઈલ કે સંદેશ જણાય તો તાત્કાલિક પોલીસ પ્રશાસન અને કચેરીને જાણ કરવા માટે પણ સૂચના અપાઇ છે. મહત્વનું છે કે 6 મેએ અમદાવાદ શહેરની 30 થી વધારે શાળાઓને મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.જેના પગલે પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા તાત્કાલિક ક્રાઇમબ્રાંચ, એસઓજી , સાયબર ક્રાઇમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મામલે વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવાની સુચના આપી હતી.
તમને જણાવી દઈએ કે અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મળવાના કેસને લઇને પોલીસે મોટાભાગની તપાસ પૂર્ણ થઇ હતી. પોલીસ તપાસમા સ્કૂલોમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. આ અફવા સાબિત થઇ હતી. અફવા ફેલાવવા બદલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.અમદાવાદ પોલીસ દ્ધારા અપીલ કરવામા આવે છે કે “કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી, કોઈ પણ પ્રકારની અફવાઓ સોશિયલ મીડીયા પર આવતા ખોટા મેસેજોથી દૂર રહેવુ, શાંતિ રાખવી અને સાવધાન રહેવું.