અમદાવાદ : પોલીસ દ્વારા નાગરિકો જો નિયમ ભંગ કરે તો દંડ વસૂલાય છે. પરંતુ જ્યારે પોલીસ કોન્સ્ટેબલ કે અન્ય કર્મચારી ભૂલ કરે ત્યારે શું? આવા એક કિસ્સામાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને ACP એે યૂનિફોર્મ ડિસિપ્લિનનો પાઠ ભણાવવા માટે 10 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.ઉલ્લેખનીય છે કે, પોલીસ કોન્સ્ટેબલે સીનિયર અધિકારીની સામે કેપ નહોતી પહેરી જેના પરિણામે ACP એ તેને દંડ ફટકાર્યો હતો. આ ઘટના અત્યારે ઘણી વાયરલ થઈ રહી છે અને યૂનિફોર્મ કોડને લઈને કેટલું સ્ટ્રિક્ટ એક્શન પોલીસ કર્મીઓ પર પણ લેવાઈ શકે છે એ પણ દર્શાવાઈ રહ્યું છે.
અમદાવાદ મિરરના અહેવાલ મુજબ આ ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની છે, તેમના ડ્યુટીના સમયગાળા દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ અંદર સ્ટેશનમાં કેપ પહેર્યા વિના જ આવ્યો હતો. હવે આ સમયે ઓફિસર હતા તેમને યૂનિફોર્મ ડિસિપ્લિનનું ઉદાહરણ સ્થાપવું હતું. જેથી કરીને તેમણે દંડ ફટકારવાનું વિચાર્યું. અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે કોન્સ્ટેબલને ઘણી ગરમી લાગતી હતી અને તેના કારણે હાથમાં કેપ રાખીને ઊભો હતો. તેને થોડી ઠંડક જોઈતી હતી.
સરખેજ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ ઈકબાલ હુસેન ઈસ્માઈલ કામાર્થ ખ ડિવિઝન પોલીસ સ્ટેશનની ઓફીસે ગયો હતો. અહીં ACP અતુલ વાળંદ સામે આ ઘટના ઉજાગર થઈ હતી. જોકે તેણે કેપ કેમ કાઢી એ અંગે સાહેબની પાસે જઈને સ્પષ્ટતા પણ કરી હતી.જોકે ACP ને આ બહાનું લાગ્યું અને તેમને શિસ્તભંગ સમજીને જે જુનિયર લેવલના અધિકારીઓ હતા તેમને આની સામે એક્શન લેવા માટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ ઘટના વાયરલ થતા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે.
એટલું જ નહીં ઘણા પોલીસ અધિકારીઓ આનાથી પણ મોટી મોટી ભૂલો કરી શિસ્ત ભંગ કરતા હોય છે. તેવા કટાક્ષ થઇ રહ્યા છે બીજી બાજુ કેટલાક લોકો આને તાનાશાહી ઘટના તરીકે પણ કહી રહ્યા છે.