અમદાવાદ : રાજકોટમાં ગેમઝોનમાં બનેલી આગની ઘટનામાં મોટી સંખ્યામાં બાળકો મૃત્યુ પામ્યા છે, ત્યારે સ્કૂલે આવતા જતા બાળકોની સુરક્ષાને લઈને આવતા જતા બાળકોની સુરક્ષાને લઈને પણ પોલીસી અંતર્ગત સરકાર દ્વારા નવેસરથી પરિપત્ર કરીને તકેદારી રાખવા અને જરૂરી પગલાં લેવા માટે આદેશ કરાયો છે. જો વિદ્યાર્થીઓને સ્કૂલ બસ કે વનમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા તો હવે તેવા સ્કૂલ અને સ્કૂલ બસ ચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ તમામ સ્કૂલોના ડીઈઓ-ડીપીઓને 13મી જુનથી સ્કૂલો શરૂ થાય તે પહેલા શાળાઓમાં બાળકોની સલામતી અંગેની વ્યવસ્થાની ચકાસણી પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બાળકોના ટ્રાન્સપોર્ટેશનને લઈને સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. સ્કૂલ બસ દ્વારા કે અન્ય વાહનો દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
શાળામાં બાળકોના પરિવહન માર્ગ સલામતી બાબતે વાલીઓમાં જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે. વાલી મીટિંગના એજન્ડામાં પરિવહનમાં માર્ગ સલામતીની બાબત નિયમિત રીતે મૂકવાની રહેશે. રીક્ષાકે વાનમાં બાળકોને વધુ સંખ્યામાં ન બેસાડવામાં આવે તે જોવાની જવાબદારી સ્કૂલ સંચાલકોની રહેશે. રીક્ષા કે વાનમાં ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં બાળકો બેસેલા હોય તો તેની જાણ સ્કૂલ સંચાલકે તથા વાલીએ તાકીદે RTO અને ટ્રાફિક પોલીસને કરવાની રહેશે.
આ તમામ સૂચનનોનો સ્કૂલોમાં અમલ થાય તેની ચકાસણી ડીઈઓ-ડીપીઓએ કરવાની રહેશે.મહત્ત્વનું છે કે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને સ્કૂલ નિયામક કચેરી દ્વારા પરિપત્રોતો કરી દેવાયા છે. સ્કૂલ વર્ધી માટેના મોટા ભાગના વાહનોમાં વાન હોય છે, અને આ વાનમાં ગેસ કીટ બેસાડેલી હોય છે. તેમજ આડેધડ બાળકોને વાનમાં બેસાડવામાં આવે છે.