અમદાવાદ : ચોમાસા દરમિયાન વરસાદને કારણે ઉદ્ભવતી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ થઇ શકે તે માટે શહેરીજનો સાત ઝોનમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં વ્હોટસઅપ નંબરના માધ્યમથી વરસાદ સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે. અમદાવાદ મહાનગર પાલિકાની પ્રિ મોન્સુન પ્લાન અંતર્ગત મેયર પ્રતિભાબહેન જૈનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ચોમાસા દરમિયાન ઉભી થતી પરિસ્થિતિઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ભારે કે અતિભારે વરસાદ કે ભારે પવન તેમજ વાવાઝોડા સાથે વરસતા વરસાદના સંજોગોમાં ઝાડ પડવાના, રસ્તા બેસી જવાના, બ્રેક ડાઉન, ભયજનક મકાનો પડી જવાના, હોર્ડિંગ્સ પડી જવાના, નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા જેવી સમસ્યાઓના નિરાકરણ માટે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત જુદાં જુદાં ઝોનમાં ઈજનેર, એસ.ટી.પી., બગીચા ખાતે તેમજ એસ્ટેટ વિભાગની ફરિયાદોના નિવારણ માટે મ્યુનિસિપલ કોર્પોરશનના સાત ઝોનમાં ત્રણેય શિફ્ટમાં મોન્સૂન કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે.
ચોમાસાના આગમનને લઈને એએમસીની પ્રી-મોન્સૂન પ્લાન રિવ્યુ બેઠક મળી હતી. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચોમાસાને લઇને કરવાની થતી અને ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી. પ્રેઝન્ટેશન દ્વારા તંત્રે આંકડાકીય માહિતી રજૂ કરી હતી.
અલગ અલગ ઝોન વોટ્સએપ નંબરો
મુખ્ય કંટ્રોલરૂમ – 9978355303
મધ્ય ઝોન – 9724615846
પૂર્વ ઝોન – 9099063856
પશ્ચિમ ઝોન – 6359980916
ઉત્તર પશ્ચિમ ઝોન – 9726416113
દક્ષિણ પશ્ચિમ ઝોન – 6359980913
ઉત્તર ઝોન – 9726415552
દક્ષિણ ઝોન – 9099063239