અમદાવાદ : ચોમાસાની સિઝન શરૂ થવા જઇ રહી છે. ત્યારે શહેરમાં બે ત્રણ ઇંચ જેટલા વરસાદમાં પણ અંડરપાસ બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે. એવામાં AMCએ ચોમાસા દરમિયાન 28 જેટલા અંડર બ્રિજમાં વરસાદનું પાણી ભરાય છે ત્યારે આ અંડર બ્રિજમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે 18 જેટલા અંડરપાસમાંથી પાણી કાઢવા 1.15 કરોડના ખર્ચે પંપ મુકાશે. પરંતુ આ પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે જેથી કરીને વાહન ચાલકોએ આ 28 જેટલા અંડર બ્રિજ જ્યારે વરસાદમાં પાણી ભરાય તે સમયે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો.
જેમાં સ્ટેડિયમ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ, અખબારનગર અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ, મણિનગર(દક્ષિણી) અંડરપાસ, પરિમલ અંડરપાસ, કુબેરનગર અંડરપાસ, મીઠાખળી પેડિસ્ટ્રેન(ગાંધીગ્રામ) અંડરપાસ, મીઠાખળી અંડરપાસ, બોટાદ ખોડિયાર ગેજલાઇનના અંડરપાસ, સિલ્વર સ્ટાર ચાર રસ્તા લેવલ ક્રોસિંગ, ચેનપુર પાસે આઇઓસી અંડરપાસ, ચેનપુર લેક ક્રોસિંગ,ચાંદલોડિયા લેક ક્રોસિંગ, અગિયારસ માતા મંદિર વાડજ લેવલ ક્રોસિંગ, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ક્રોસિંગ, ચામુંડા ક્રોસિંગ, મકરબા ક્રોસિંગ, ઉમા ભવાની એલસી 241, આઇઓસી રોડ, ચાંદખેડા,જીએસટી અંડરપાસ, જલારામ અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, કાળીગામ ગરનાળા, ભાડજ અંડરપાસ, વૈષ્ણોદેવી અંડરપાસ, મુમદપુરા અંડરપાસ, ત્રાગડ અંડરપાસનો સમાવેશ થાય છે.
શહેરમાં બે ત્રણ ઇંચ જેટલા વરસાદમાં પણ અંડરપાસ બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે. ત્યારે આ વખતે તે પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા તમામ 18 અંડરપાસ પર ખાસ પંપ મૂકવામાં આવશે. જેથી જો પાણી ભરાય તો આ પંપની મદદથી ડ્રેનેજ લાઇનામાં પાણી નાખવામાં આવશે. જેના માટે કોર્પોરેશન દ્વારા એક કરોડ 14 લાખ 9 હજાર નો ખર્ચો પણ કરવામાં આવશે.