30.9 C
Gujarat
Friday, June 13, 2025

જીત બાદ પહેલી વખત કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે અમદાવાદ, કાલે યોગદિનની ઊજવણીમાં ભાગ લેશે

Share

અમદાવાદ : લોકસભાની ચૂંટણીમાં વિજય બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજે તેવી શક્યતા છે. આવતીકાલે વિશ્વ યોગ દિનની ગુજરાતભરમાં ઊજવણી કરાશે. જેમાં અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલા ગોટિલા ગાર્ડન ખાતે યોજાનારા યોગના કાર્યક્રમમાં અમિત શાહ ભાગ લેશે.

ગુજરાતમાં આવતીકાલે વિશ્વ યોગદિનની ઊજવણી કરાશે. મીડિયા રિપોર્ટ મુજબ રાજયકક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટ ખાતે બીએસએફના સહયોગથી યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. જ્યારે કેન્દ્રિય મંત્રી અમિત શાહ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ગાટિલા ગાર્ડન ખાતે યોજાનારા યોગના કાર્યક્રમમાં હાજરી આપશે. કાલે શુક્રવારે બપોર પછી અમીત શાહ પોતાના મતવિસ્તારના નારણપુરા, વસ્ત્રાપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્માર્ટ સ્કુલોની મુલાકાત લેશે. આ ઉપરાંત 30 જેટલી સ્માર્ટ સ્કુલોનું ઈ લોકાર્પણ કરશે. તેમજ નારણપુરા અનુપમ સ્કુલના પટાંગણમાં જ યોજાનારા કાર્યક્રમમાં અમીત શાહ જાહેરસભાને સંબોધન કરશે.

રાજકોટ અગ્નિકાંડને પગલે ભાજપે ગુજરાતમાં વિજયોત્સવ કે કોઈપણ પ્રકારની ઉજવણી નહીં કરવાની જાહેરાત કરી હોવાથી આજે સાંજે એરપોર્ટ ખાતે કોઈ ભવ્ય સ્વાગત વગેરે કાર્યક્રમ યોજાશે નહીં. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં વિજય બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles