અમદાવાદ : રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોના કારણે અકસ્માત તેમજ ટ્રાફિક જામ થતો હોવાથી ટ્રાફિક પોલીસે 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યુ છે. શનિવારે પહેલા દિવસે રોંગ સાઈડમાં વાહન લઈને નીકળેલા 160 વાહનચાલક પકડાયા હતા. જ્યારે બીજા દિવસે એટલે કે રવિવારે 210 લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાયા હતા.અમદાવાદ પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકોના વાહન જપ્ત કરીને ફરિયાદ નોંધવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકો સામે બીજા દિવસે 210 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ દિવસે 160 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતને રોકવા માટે રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરીને ફરિયાદ નોંધવામાં આવી રહી છે.