અમદાવાદ : શહેરના કાંકરિયા લેકફ્રન્ટના મુલાકાતીઓ પોતાના ફોટોગ્રાફ લઈને પોતાની મુલાકાતને યાદગાર બનાવી શકે તે હેતુથી બટરફલાય પાર્કની સામેની બાજુએ તળાવની પાળે પરીની પાંખનો આકાર ધરાવતું સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યું છે. આ સેલ્ફી પોઈન્ટ કાંકરિયા લેકફ્રન્ટના મુલાકાતીઓમાં અનેરું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવ ખાતે કાંકરિયા લેક ફ્રન્ટનું નવનિર્માણ કરી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવ્યું છે. જેમાં, કાંકરીયા લેક ફ્રન્ટની મુલાકાત લેતા નાના ભુલકાઓ, સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાન અને વૃદ્ધો એમ તમામ ઉંમરના લોકોને આકર્ષે એવા અનેક આકર્ષણોનો ઉમેરો સમયાંતરે કરવામાં આવે છે.