અમદાવાદ : અમદાવાદમાં આશ્રમ રોડ પર કોંગ્રેસના ભવન પર પથ્થરમારો થયો છે. ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો છે. કોંગ્રેસ ભવનની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે બાખડ્યા છે. પોલીસની હાજરીમાં બંને જૂથ સામસામે બાખડ્યા છે. રાહુલ ગાંધી હિંદુઓ અંગેના નિવેદનને લઈને ઉગ્ર પડઘા પડ્યા છે. તેને લઈને ભાજપના કાર્યકરોએ દિવસના પ્રારંભથી જ આક્રમક વલણ અપનાવ્યું છે. એકબીજા પર છૂટ્ટી લાકડી અને પથ્થરો માર્યા છે.પોલીસની હાજરીમાં જ ધમાલ થતાં કાયદા-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા હતા. ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ પર નિવેદનને લઇને અમદાવાદમાં ભાજપે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર મોટી ધમાલ મચાવી હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. તેઓએ એકબીજા પર પથ્થરમારાની સાથે કાચની બોટલો પણ ફેંકી હતી. પોલીસ સાથે પણ કાર્યકરોની ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
પોલીસે આ મામલે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી. કોંગ્રેસના પ્રગતિ આહીર સાથે પણ પોલીસની ઝપાઝપી થઇ હતી. કોંગ્રેસના નેતાઓએ ભાજપને પડકાર ફેંક્યો હતો. ભાજપે પડકાર ઝીલી કોંગ્રેસ કાર્યાલય પર ધમાલ મચાવી હતી. અમદાવાદમાં આશ્રમ રોડ પર જ હિંસાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસની હાજરીમાં જ ધમાલ થતાં કાયદા-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા હતા. ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.