અમદાવાદ : શહેરમાં ગત રવિવારે (30 જુન)એ પડેલા ભારે વરસાદના કારણે શેલા વિસ્તારમાં કલબ O7 રોડ પર સ્કાય બિલ્ડિંગ પાસે ખૂબ મોટો ભુવો પડ્યો હતો. ઔડા દ્વારા આ ભુવાના રીપેરિંગની કામગીરી કરવામાં આવશે. જેથી આવતીકાલથી 45 દિવસ સુધી સરદાર પટેલ રિંગ રોડથી ઓર્ચિડ સ્કાય ક્લબ O7 જતો રોડ નાગરિકોની અવરજવર માટે બંધ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ભારે વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે SP રિંગ રોડ એક રસ્તો બેસી ગયો હતો. ઔડા દ્વારા SP રિંગ રોડ એપલવુડ સર્વિસ રોડથી ઓર્ચિડ સ્કાય બિલ્ડિંગના ગેટથી સ્કાય આર્કેડ ચાર રસ્તા સુધી (30 જુન) ના રોજ અતિ ભારે વરસાદ (આશરે 7.50 ઇંચ) પડવાના કારણે રસ્તો બેસી ગયો છે. ક્લબ ઓ સેવન અને ઓર ફીડ બ્લુ તરફ જવા માટે VIP રોડ થઈ અને કલબ તરફ જઈ શકશે.
આ ઉપરાંત ગ્રેવિટી અને મેઈન સીવરેજ લાઈનનું કામ ચાલુ હોવાથી સાવચેતીના ભાગરૂપે જરૂરી ટ્રાફિક ડાયવર્ઝન કરવાનું થાય છે. આ કામગીરી 45 દિવસ સુધી ચાલવાની હોઈ તેના વૈકલ્પિક ભાગરૂપે નકશામાં દર્શાવ્યા મુજબ ટ્રાફિક મૂવમેન્ટ કરી શકાશે. ઔડા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નકશામાં દર્શાવ્યા અનુસાર ટ્રાફિક ડાયવર્ઝન કરવાનું રહેશે, એવું અધિક કલેકટર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, અમદાવાદની અખબારીયાદીમાં જણાવાયું છે.