અમદાવાદ: શહેરના મુખ્ય માર્ગો પર ભરચક ટ્રાફિકમાં વાહન પર સ્ટંટ કરીને પોતાની સાથે બીજાની જીંદગીને જોખમમાં મુકીને વાહન હંકાવી રહ્યા હોય તેવા અને વીડિયો વાયરલ થાય છે. જોકે, આવા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા વીડિયોના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. અનેક બનાવો સામે આવ્યા હોવા છતાં કેટલાક નબીરાઓ એવા છે કે હજી પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યા અને ભરચક ટ્રાફિકમાં સ્ટંટ કરીને પોતાની સાથે અન્ય નિર્દોષ વાહનચાલકોના જીવને જોખમમાં મુકે છે. આવો વધુ એક વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસએ એક્ટિલા ચાલક સહીત એક્ટિવા પર સવાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરીને તેમને ઝડપી પાડ્યા છે.
“કે” ટ્રાફિક પો.સ્ટે. દ્વારા વાયરલ વિડીયો બાબતે ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ- ૧૮૪ તથા મો.વ્હીકલ.ની કલમ- ૨૮૧ મુજબ એક્ટિવા કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી. @GujaratPolice pic.twitter.com/9h338zW6TJ
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) July 9, 2024
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના અનુપબ્રિજ કાંકરિયા રોડ પર ચાર સવારીમાં એક્ટિવા ઓવરસ્પીડમાં તથા સર્પાકાર રીતે ચલાવી સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોને લઈને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી એક્ટિવા ચલાવનાર તથા કિશોર સહિત ચારેયને ઝડપી પાડ્યા છે. શહેરના અનુપબ્રિજ કાંકરિયા રોડ પર એક્ટિવા પર સવાર ચાર લોકો પૂરઝડપે સર્પાકાર રીતે એક્ટિવા ચલાવી રહ્યા હતા. લોકોની જીંદગી જોખમમાં મૂકનાર લોકોનો આ વીડિયો વાયરલ થયો હતો. એક જાગૃત ટુવ્હિલર ચાલકે આ સ્ટંટ બાજોનો વિડીયો બનાવી વાયરલ કરતા ટ્રાફિક પોલીસના ધ્યાને આ ઘટના સામે આવી હતી.
તપાસ દરમિયાન આ વીડિયો અનુપમબ્રિજ કાંકરિયા રોડ પરનો હોવાનું સામે આવતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસે એક્ટિવાના નંબર આધારે તપાસ કરીને એક્ટિવા ચલાવનાર શુભમ ગુજ્જર (ઉ.20, રહે.રખિયાલ)ને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતુ કે, તે તેના મિત્ર સુજરાસિંહ મારવાડી (ઉ.19, રહે.રખિયાલ), જીતેન્દ્રસિંહ સિસોદીયા (ઉ.18, રહે રખિયાલ) તથા એક કિશોર સાથે ફરવા માટે નિકળ્યા હતા. ત્યારે મજાક મસ્તી કરતા કરતા એક્ટિવા સર્પાકાર રીતે ચલાવીને સ્ટંટ કર્યો હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે એક્ટિવા પર સવાર સુજરાસિંહ તથા જીતેન્દ્રસિંહ સિસોદીયાને પણ ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.