અમદાવાદ : અમદાવાદ શહેરમાં પોલીસની ગાડીમાં બિયર પીતા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. જે વ્યક્તિ બીયર પીતો નજરે આવી રહ્યો છે, તે હત્યાના ગુનાનો આરોપી છે. આ વિડિયો સાબરમતી રિવરફ્રન્ટનો વીડિયો હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર થયું હતું. આ પોલીસ વાન અને આરોપી કોણ છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં પીસીઆરમાં આરોપી બિયર પી રહ્યો છે તેવો વિડિયો વાયરલ થયેલ તે અંગે તપાસ કરતા આ વિડીયો અમદાવાદ શહેરનો હોવાનું જણાઈ આવેલ નથી.અમદાવાદ શહેર પોલીસની છબી ખરડાય તે હેતુસર આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.@sanghaviharsh @GujaratPolice pic.twitter.com/v8z2RT3qkQ
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 12, 2024
અમદાવાદ શહેર પોલીસે સોશિયલ મીડિયા X પર જણાવેલ છે કે અમદાવાદ શહેરમાં પીસીઆરમાં આરોપી બિયર પી રહ્યો છે તેવો વિડિયો વાયરલ થયેલ તે અંગે તપાસ કરતા આ વિડીયો અમદાવાદ શહેરનો હોવાનું જણાઈ આવેલ નથી.અમદાવાદ શહેર પોલીસની છબી ખરડાય તે હેતુસર આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં પોલીસના જાપ્તામાં રહેલા આરોપીનો વાનમાં બિયર પીતો વીડિયો વાઈરલ થયો છે. પોલીસ વાનમાં બેઠેલો યુવક હત્યાનો આરોપી હોવાનું કહેવાય છે અને વીડિયોમાં રીલમાં સાબરમતી રિવરફ્રન્ટનું લોકેશન લખવામાં આવ્યું છે.