અમદાવાદ : રાજ્ય સરકારે વધુ એક કલ્યાણકારી યોજનાના શરૂઆત કરી છે, રાજ્યમાં શ્રમિકો માટે સરકારે શ્રમિક બસેરા યોજનાની શરૂઆત કરી દીધી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સરકારનુ લક્ષ્ય આગામી 3 વર્ષમાં રાજ્યમાં 3 લાખ શ્રમિકોને આવાસ આપવાનું છે.
મળતા રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં શ્રમિકો માટે રાજ્ય સરકારે એક મહત્વનું એક મોટુ પગલુ ભર્યુ છે. રાજ્યમાં બાંધકામ ક્ષેત્ર કામ કરતાં શ્રમિકો માટે સરકારે શ્રમિક બસેરા યોજનાની શરૂઆત કરી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. આ યોજના અંતર્ગત 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું આયોજન છે અને આનું ખાતમુહૂર્ત કરાયુ છે. આ પ્રસંગે સરકાર દ્વારા શ્રમિક બસેરા પૉર્ટલનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે કામ કરી રહેલા શ્રમિકોને હવે પાંચ રૂપિયામાં રહેવા માટે આવાસ મળી રહેશે. પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં શ્રમિકોને આ આશ્રય-આવાસ અપાશે.
રાજ્ય સરકારની આ યોજનામાં આગામી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે, આ આવાસોમાં શ્રમિકોને સ્વચ્છ પાણી, વીજળી અને શૌચાલયની સુવિધાઓ આપવામાં આવશે, આ ઉપરાંત આ આવસોમાં રહેતા શ્રમિક પરિવારોને સુરક્ષા અને મેડિકલ સુવિધા પણ આપવાનો પ્રયાસ કરાશે.