અમદાવાદ : AMCના 20 લાખની લાંચ લેતા પકડાયેલા આરોપી હર્ષદ ભોજકનો કેસ અત્યારે ખુબ જ ચર્ચામાં છે. જેમાં અત્યારે અનેક મોટી જાણકારી સામે આવી રહીં છે. આ અધિકારીના ઘરેથી 73 લાખ રોકડા અને 4.5 લાખની કિંમતના સોનાના બિસ્કીટ મળી આવ્યા છે. અત્યારે તેમાં મોટા વિગતો સામે આવી છે. જેમાં વાડજની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા શાખાના બેંક લોકરમાંથી પંચો રૂબરૂ જડતી તપાસ કરતા 30 લાખ રૂપિયાની કિંમતના સોનાના બિસ્કીટ અને ચાંદીના ચોરસા મળી આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC ના 20 લાખની લાંચ લેતા પકડાયેલા આરોપી ભોજકના વાડજની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા શાખાના બેંક લોકરમાંથી પંચો રૂબરૂ જડતી તપાસ કરતા 30 લાખ રૂપિયાની કિંમતના સોનાના બિસ્કીટ અને ચાંદીના ચોરસા મળી આવ્યા છે. હર્ષદ ભોજકના બેંક લોકરમાંથી સોનાના બિસ્કીટ મળી આવ્યા તેને સીઝ કરવામાં આવ્યા છે. આ સાથે સાથે 40 લાખ રૂપિયા જેટલી રકમના સ્ત્રી પુરુષના ઘરેણા મળી આવ્યા હતા. જે લોકર તપાસ કામે સીઝ કરવામાં આવ્યા છે. જેથી કુલ મળી 70 લાખ જેટલી મતાના દર દાગીના અને સોનાના બિસ્કીટ મળી આવ્યા હતાં. નોંધનીય છે કે, અત્યારે તે તમામ મુદ્દા માલને કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી ચાલી રહીં છે.
મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ AMC ના આસિ TDO 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા હર્ષદ ભોજકે જમાલપુર વોર્ડમાં 10 માળના બિલ્ડીંગનું ગેરકાયદેસર નિર્માણ થવા દીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો છે. જમાલપુર વોર્ડમાં સના એપાર્ટમેન્ટ નામનું 10 માળવનું બિલ્ડીંગ ઉભુ થઇ ગયું હોવા છતાં હર્ષદે કોઇ કાર્યવાહી કરી ન હતી અને તેથી ઓગષ્ટ 2023માં મ્યુનિ.કમિશનરે હર્ષદને શો કોઝ નોટિસ આપીને ખુલાસો પણ પુછ્યો હતો.