અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વાદળછાયા અને વરસાદી માહોલને પગલે મચ્છરની ઉત્પત્તિ વધી જવાની શંકાને પગલે મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી, તેમાં ચાર બાંધકામ સાઇટને સીલ મારી દેવાયા હતા અને 48 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટો પર ચેકિંગ હાથ ધરી 39 બાંધકામ સાઈટોને નોટિસ આપવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલ જગતપુર વિસ્તારમાં આવેલી અદાણી આર્ક વે, ઓગણજ વિસ્તારમાં આવેલી સ્વોજસ પ્રાઈડ, બોડકદેવમાં આવેલી કેપિટલ વન અને સ્વાતી નામની બાંધકામ સાઇટને સીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આરોગ્ય વિભાગના અધિકારીઓએ 48 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટો પર ચેકિંગ હાથ ધરી 39 બાંધકામ સાઈટોને નોટિસ આપવામાં આવી છે અને 1.85 લાખનો દંડ કરવામાં આવ્યો છે.મચ્છરજન્ય રોગો અટકાવવા માટે ઉત્તર પશ્ચિમ ઝોનના આરોગ્ય વિભાગના અધિકારીએ 10 જેટલી અલગ-અલગ ટીમો બનાવીને ઝોનમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટો પર ચેકિંગ શરૂ કર્યું હતું. શહેરના જગતપુર વિસ્તારમાં આવેલી અદાણી આર્ક વે, ઓગણજ વિસ્તારમાં આવેલી સ્વોજસ પ્રાઈડ, બોડકદેવમાં આવેલી કેપિટલ વન અને સ્વાતી નામની બાંધકામ સાઇટને સીલ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મચ્છરજન્ય રોગચાળાની પણ શરૂઆત થઈ જાય છે. ઘરે-ઘરે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો વધે છે. ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ રહેતાં હોય એવા સ્થળ ઉપર મચ્છરોની ઉત્પત્તિ વધુ થતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલી વિવિધ બાંધકામ સાઈટો પર ચેકિંગ કરવામાં આવે છે. આગામી દિવસોમાં આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.