અમદાવાદ : અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલી રહેલી વંદે ભારત ટ્રેન હાલ 16 કોચ સાથ ચાલી રહી છે. આજે વંદે ભારત ટ્રેનમાં 20 કોચ સાથે 130 કીમી કલાકની ઝડપે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. તેમજ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તેમજ જો ટ્રાયલ સફળ રહેશે તો વધારે કોચ ઉમેદવારમાં આવશે. તેમ જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 9 ઓગસ્ટ (શુક્રવારે) સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું.
નવી વંદેભારત ટ્રેન સવારે સાત વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડેલી ટ્રેન બપોરે 12.15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે. 20 કોચની નવીન ટ્રેન માત્ર સાડા ચાર કલાકમાં મુંબઈ પહોંચાડશે.ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોએ સમગ્ર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.
દેશમાં પહેલી વાર 20 કોચની વંદે ભારત ટ્રેન દોડશે. જે અંતર્ગત 130 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવી ટ્રાયલ કરાશે.મહત્વનું છે કે, 130 કિલોમીટરની ઝડપે દોડી શકે તે રીતે આ વંદે ભારત ટ્રેનને હાલ તૈયાર કરવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન કોઈ પેસેન્જર અંદર બેસાડવામાં આવશે નહીં. આ ટ્રેનની સુરક્ષા માટે 24 કલાક RPF જવાન તૈનાત કરવામાં આવશે.