13.5 C
Gujarat
Thursday, December 12, 2024

અમદાવાદીઓ માટે નવું નજરાણું ! આશ્રમ રોડ સહિત આ વિસ્તારમાં બનનાર 9 આઈકોનિક રોડ શહેરની કાયાપલટ કરશે

Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે સૌથી મોટી ખુશખબર છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સરખેજ થી ગાંધીનગર હાઇવે સહિત કુલ 26 કિલોમીટરની લંબાઈના 9 આઈકોનિક રોડના રૂપિયા 700 કરોડના ખર્ચે વિકાસ કરાશે. એસજી હાઇવેના 19 કિલોમીટરના રોડને 350 કરોડના ખર્ચે વિકસાવાશે.આગામી પાંચ વર્ષનો સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જવાની AMC આશા એવી રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં એસ.જી.હાઈ વેના 19 કિ.મી.ના રોડને 350 કરોડના ખર્ચ વિકાસાવાશે. પાંચ વર્ષમાં સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જવાની મ્યુનિ.ને આશા છે. જ્યારે એસ.જી. હાઈવેના ઈસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ અને બફરઝોન સહિત નવ આઈકોનિક રોડના વિકાસ માટે ૩૫૦ કરોડનું ટેન્ડર જાહેર કરાયું છે. આઈકોનીક રોડ રોડનું આયુષ્ય પાંચ વર્ષનું રહેશે. રોડની ડિઝાઈનથી લઈ વિવિધ થીમ વિદેશમાં ફરતા હોય તેવી રહેશે.આ આઈકોનિક રોડ પર ફૂડ સ્ટોર, જુદા જુદા સ્કલ્પચર તથા વોટરબોડી ફાઉન્ટેન લગાવેલા હશે. વિકલાંગો માટે સરળ અને આધુનિક વ્યવસ્થા હશે.

સમગ્ર રોડના વિસ્તારને વિવિધ પ્રકારના લેન્ડસ્કેપીંગ કરી સુશોભીત કરાશે. શીમ બેઇઝ પ્લાન્ટેશન કરી સ્ટી બ્યુટીફિકેશન કરાશે. આ સાથે વાહનચાલકોને કોઈ અગવડ ના પડે એ માટે અહીં પેરેલલ પાર્કિંગ ફેસીલીટી તથા ટોઇલેટ અને બસ સ્ટેન્ડની ફેસિલિટીનું આયોજન કરાશે. આ આઈકોનિક રોડ પર ડિજિટલ સાઇન બોર્ડ તથા એલ.ઈ.ડી.ડિસ્પેલનું આયોજન કરાશે. લેન્ડસ્કેપીંગ પાસે જુદી જુદી ટાઇપની લાઇટીંગનું રહેશે. લાઇટિંગ, રિકિએશન એક્ટિવિટી, હોર્ટીકલ્ચર પ્લાન્ટેશન, સેલ્ફી પોઇન્ટ વગેરે જેવું સુવિધાનું આયોજન કરાશે

YMCAથી એસ.પી રીંગરોડ
પાલડીથી વાડજ (આશ્રમરોડ)
ડફનાળા જંક્શનથી એરપોર્ટ સકલ
કેશવબાગ પાર્ટીપ્લોટથી પકવાન જંકશન
કેનયુગ ચાર રસ્તાથી પ્રહલાદનગર જંકશન
નરોડથી દહેગામ જવાનો રોડ
વિસત સર્કલથી તપોવન
ઇસ્કોન જંકશનથી પકવાન (એસ.જી હાઇવે સર્વિસ રોડ-બફરઝોન)
શાંતિપુરા સર્કલથી સાણંદ AMC લીમીટ

2036 પહેલાં અમદાવાદે ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરની ફરતે અત્યાધુનિક ગેટ બાદ 9 આઈકોનિક રોડ તૈયાર થઈ રહ્યાં છે. જ્યાં તમને વિદેશમાં રહેતા હોવ તેવો અનુભવ થશે. અમદાવાદની કાયાપલટ થઈ રહી છે. અમદાવાદ એ ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે. ગુજરાતમાં અમદાવાદને 2036 પહેલાં અત્યાધુનિક લુક આપવાની તૈયારીઓ ચાલી રહી છે. સૌથી પહેલાં તબક્કે ઈસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ-બફર ઝોનનો આઈકોનિક રોડમાં સમાવેશ કરાયો છે. સૂચિત રોડ પર કુવારા, લાઈટો, બાંકડા, ફૂટપાથ, સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ અમદાવાદીઓને મળી રહેશે. એએમસી 700 કરોડના ખર્ચે SG હાઈવે સહિત કુલ 26 કિ.મી.ના 9રોડને આઇકોનિક બનાવાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles