અમદાવાદ : અમદાવાદમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન તોડીને નવું બનાવવા માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. જેને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક શહેરમાં ટ્રાફિક ના થાય તે માટે કેટલાક રસ્તાઓ બંધ કરીને ડાયવર્ઝનના આદેશો કર્યો છે. નોંધનીય છે કે, કાલુપુર રેલવે સ્ટેશનને અદ્યત્તન બનાવવા માટે કામ શરૂ થઈ ગયું છે. જેને લઈને ત્યાંથી પસાર થવા માટે શહેરીજનોને પરેશાનીનો સામનો ના કરવો પડે તે માટે કેટલાક રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલ જાહેરનામા મુજબ, સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન સુધીનો આશરે 200-મીટરનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઈડનો માર્ગ બંધ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે અને તેનો વિરુધ્ધ દિશાનો રોડ વન-વે તરીકે ઉપયોગ કરવાનો રહેશે, ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની પેટા કલમ 33 (1) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી દરમિયાન ટ્રાફીક સુચારુ રીતે ચાલે અને ટ્રાફીકની કોઈ સમસ્યા ઉદભવે નહી તે હેતુસર નીચે મુજબનો રસ્તો બંધ/ડાયવર્ઝન કરવા હુકમ કરૂ છું.’
વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી તેની વિગત
01. સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન તથા કાલુપુર તરફ જનાર ટ્રાફિક સારંગપુર સર્કલ થઈ સીધી બજાર થઈ પાંચકુવા થઈ જમણી બાજુ રેલ્વે સ્ટેશનની એન્ટ્રીગેટ સુધી જઈ શકાશે. તેમજ કાલુપુર જનાર ટ્રાફિક મોતીમહેલ હોટલ વાળા રોડ તરફ જઈ શકશે.
02. કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરીયા, ગીતા મંદીર માટે જનાર ટ્રાફિક કાલુપુર રેલ્વે સ્ટેશનથી સારંગપુર સુધીનો એક બાજુનો રોડ ખુલ્લો મુકવામાં આવશે. જેમાં કાલુપુર થી સારંગપુર તરફ જઈ શકશે. આ એક તરફનો રોડ વન-વે તરીકે ચાલુ રહેશે.
03. કાલુપુર રેલ્વે સ્ટેશનની અંદર જવા માટે જુનો એન્ટ્રી ગેટ પેસેન્જરો માટે ચાલુ રાખવામાં આવશે. તેમજ રેલ્વે સ્ટેશનના પેસેન્જરો માટે બહાર નીકળવા માટે પશ્વિમ તરફ સદર કંપની દ્વારા ફૂટ બ્રીજ બનાવવામાં આવેલ છે. તેમજ મુખ્ય માર્ગને જોડતો ૩૦ ફૂટ નવો રોડ બનાવવામાં આવેલ છે. જે માર્ગે પેસેન્જરો મુખ્ય માર્ગ સુધી જઈ શકશે.