27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

અમદાવાદમાં PM મોદીનો કાર્યક્રમ, આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસે વૈકલ્પિક રુટ કર્યા જાહેર, જાણો

Share

અમદાવાદ: સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમ વાર ગુજરાત આવી રહ્યાં છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે જ તેમનો 75 મોં જન્મદિવસ પણ તેઓ ગુજરાતમાં જ ઉજવશે. 16 સપ્ટેમ્બરના GMDC ગ્રાઉન્ડમાં PMનો કાર્યક્રમ હોવાથી આજુબાજુના માર્ગ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે. આ માટેના વૈકલ્પિક રૂટ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરી છે. જાણો ક્યાં રસ્તા બંધ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વડાપ્રધાનના કાર્યક્રમને લઇને સિનિયર આઇપીએસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. લગભગ બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને તમામ એજન્સીઓ સુરક્ષા માટે GMDC ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે.

આ કાર્યક્રમ માટે સોમવારે સવારે 10 વાગ્યાથી વસ્ત્રાપુર, GMDC ગ્રાઉન્ડ અને આસપાસના કેટલાંક રસ્તા બંધ કરીને વાહનચાલકો માટે અન્ય વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. જેમાં NAFDચાર રસ્તાથી દૂરદર્શન ક્રોસ રોડ અને ત્યાંથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે.

આ ઉપરાંત, હેલ્મેટ ચાર રસ્તાથી અંધજન મંડળથી જમણી બાજુ સંજીવની હોસ્પિટલથી એનએએફડી સર્કલ સુધીનો રસ્તો પણ તમામ વાહનોના અવરજવર માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ તરીકે

(1) NAFD ચાર રસ્તા થઇને જજીસ બંગલા ચાર રસ્તાથી ડાબી બાજુ થઇ અંધજન મંડળ ચાર રસ્તાથી પાંજરાપોળ ચાર રસ્તાથી વિજય ચાર રસ્તા થઇ હેલમેટ ચાર રસ્તા સુધીનો માર્ગ ઉપયોગ કરી શકાશે.
(2) NAFD ચાર રસ્તાથી ગુરુદ્વારા ચાર રસ્તાથી જમણી તરફ થલતેજ ચાર રસ્તાથી હેબતપુર થઇ ફન ઇન ચાર રસ્તાથી AEC ચાર રસ્તા તરફનો માર્ગ ખુલ્લો રહેશે.
(3) સાંઇબાબા મંદિર ચાર રસ્તાથી સૂરધારા સર્કલથી સુભાષ ચોક થઇ વિવેકાનંદ સર્કલ થઇ સોલા ક્રોસ રોડ તરફનો માર્ગ ખુલ્લો રહેશે.

મહત્વનું છે કે, વડાપ્રધાનના આગમનને લઇને અમદાવાદ એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ પર પેસેન્જર ઉપરાંત તેમને લેવા અને મૂકવા માટે આવતા વાહનો અને લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. CISFની ટીમને રાઉન્ડ ધી ક્લોક એરપોર્ટ પર પેટ્રોલિંગ માટે સૂચના આપી દેવાઇ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles