Home અમદાવાદ બોપલ હિટ એન્ડ રન કેસ મામલો : સગીર કારચાલકના બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ

બોપલ હિટ એન્ડ રન કેસ મામલો : સગીર કારચાલકના બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ

0
બોપલ હિટ એન્ડ રન કેસ મામલો : સગીર કારચાલકના બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ

અમદાવાદ : બોપલ હિટ એન્ડ રન કેસમાં તપાસ તેજ બની છે. સગીર કારચાલકના પિતા મિલાપ શાહની ધરપકડ કરવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત થયું હતું. બેફામ કાર હંકારી મૂળ ઉત્તરપ્રદેશમાં રહેતા અને ગાર્ડ તરીકે નોકરી કરતા 34 વર્ષીય ગોવિંદસિંહનું મોત નિપજાવવાના કેસમાં સગીરની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ સ્પે. જુવેનાઇલ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સગીરે વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજી બાદ કોર્ટે સગીરને 24 સપ્ટેમ્બર સુધી પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન પર મુક્ત કર્યો છે. જ્યારે સગીરને વાહન ચલાવવા આપવા બદલ તેના પિતા સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધી ધરપકડ કરાઇ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, બોપલ હિટ એન્ડ રન કેસમાં પોલીસે સગીરને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યો હતો. જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ‘તે એમબીએમાં અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા શરૂ થવાની છે, જો પરીક્ષા ન આપી શકે તો તેનું આખુંય વર્ષ ખરાબ થાય તેવી શક્યતા છે. તેથી કોર્ટે ભવિષ્યને ધ્યાને રાખી વચગાળાના જામીન પર મુક્ત કરવો જોઈએ.’ આવી રજૂઆત બાદ કોર્ટે સગીરને 24 સપ્ટે. સુધી પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન પર મુક્ત કર્યો છે. 24 સપ્ટેમ્બર બાદ સગીર રેગ્યુલર જામીન માટે અરજી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

બીજી તરફ તપાસ અધિકારીએ સીસીટીવી ફૂટેજ તેમ જ નજરે જોનાર સાક્ષીના નિવેદનના આધારે બીએનએસની કલમ 105નો ઉમેરો કરવા અરજી કરતા સરકારી વકીલએ દલીલ કરી કે, આરોપી વિરુદ્ધ તથ્ય પટેલ અને વિસ્મય શાહ જેવો કેસ છે. નાની વયે સગીરને મોંઘીદાટ ગાડી આપી માતાપિતાએ બેદરકારી દાખવી છે, જેથી બાળકનું યોગ્ય કાઉન્સેલિંગ કરાય તો તેના માનસની ગુનાહિત પ્રવૃતિમાં સુધારો થઈ શકે. પિતા મિલાપ શાહ વિરુદ્ધ મનુષ્ય સાપરાધ વધની કલમ 105 ઉમેરી છે. સગીરના પિતાએ પોતાનો બાળક સગીર હોવા છતાં કારની ચાવી આપી ગંભીર બેદરકારી દાખવતા તેમની સામે ગુનો નોંધવામાં આવે. સરકારી વકીલની દલીલને ધ્યાને રાખી કોર્ટે સગીરના પિતા સામે ગુનો નોંધવાની કલમનો ઉમેરો કરવાનો આદેશ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here