અમદાવાદ : અમદાવાદમાં રખડતા ઢોરના આતંક મામલે આખરે AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જ્યાં હવે ઘાસ ચારો વેંચતા લારી દેખાશે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જે મામલે મ્યુ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને આદેશ કરી દેવામાં આવ્યો છે.જાહેર રોડ પર ઘાસ ચારો વેચતા ઢોર રોડ પર આવતા હોય છે જેના કારણે અકસ્માત સર્જાય છે.ઘાસ વિક્રેતાની લારી 1 મહિના સુધી મનપા દ્વારા છોડવામાં નહીં આવે.તો ચાલુ મહિને AMC દ્વારા 1800 ઢોર પકડવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા AMC દ્વારા કરોડોનો ખર્ચ કરવા છતાં પરિણામ આવી શક્યું નથી.ત્યારે એક રિપોર્ટ મુજબ AMCની હેલ્થ કમિટીની બેઠકમાં રખડતા ઢોરનો મુદ્દો ઉઠ્યો હતો.હેલ્થ કમિટીના ડેપ્યુટી હેલ્થ ચેરમેને અધિકારીઓને ખખડાવ્યા હતા.હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલે ઠપકો આપતા કહ્યું હતું કે, કમિટી આવે ત્યારે કામગીરી સારી કરવામાં આવે છે અને પછી કામગીરી દેખાતી નથી. જો કામગીરી યોગ્ય રીતે નહિ કરવામાં આવે તો પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.આ સુચના મુજબ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવુ સ્પષ્ટ દેખાઈ આવે છે.