31.8 C
Gujarat
Sunday, August 3, 2025

અમદાવાદ પોલીસ કમિશ્નરની નવી કચેરીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોકાર્પણ, જાણો A to Z માહિતી

Share

અમદાવાદ : એકબાજુ આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. બીજી બાજુ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. શાહીબાગમાં 140 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મીત પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહે ઉદ્ધાટન કર્યું હતું. લોકાર્પણ સમયે સાંસદ સભ્યો, ધારાસભ્યો, રાજ્યના DGP વિકાસ સહાય અને શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક, પૂર્વ પોલીસ વડાઓ, પૂર્વ પોલીસ કમિશનરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 20 હજાર ચોરસ કિલોમીટરમાં એકસીસ સિસ્ટમ બનેલી છે. સિક્યુરિટી સિસ્ટમ, પબ્લિક, ઓફિસરની એન્ટ્રી અલગ, ફેસ રેકોગનીઝડ થશે. એરપોર્ટ પર હોય છે એજ પ્રકાર ની સિક્યુરિટી રાખવામાં આવી છે.નવી પોલીસ કમિશ્નર કચેરી ત્રણ ભાગમાં છે, એક ભાગમાં કન્ટ્રોલ રૂમ, એક ભાગ ઓફિસરો નો,એક ભાગ પ્રજા ઉપયોગી પાસપોર્ટ, જનસેવા કેન્દ્ર કેન્ટીન, બેઝમેન્ટ પાર્કિંગ અને ઉપરનું રહેશે, ઓફિસર પાર્કિંગ અને પબ્લિક પાર્કિંગ બંને અલગ અલગ રહેશે.

સાત માળની વિશ્વ કક્ષાની નવી પોલીસ કમિશ્નર કચેરીની A to Z માહિતી
ગ્રાઉન્ડ ફ્લોર પલ્સ 7 માળ ની આલીશાન બિલ્ડીંગ ઊભી કરવામાં આવી છે જેમાં..

27444 SMT પ્લોટ એરિયા
28033 SMT બિલ્ડઅપ એરિયા
બિલ્ડીંગ સાઈઝ70.93 X 59.90 મીટર
બિલ્ડીંગ ની ઊંચાઈ 32.65 મીટર
સમગ્ર બિલ્ડીંગ બનાવવાનો અંદાજીત ખર્ચ રૂપિયા 146 કરોડ બિલ્ડીંગ બનાવવા માટેનું કામ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું

ફેસ-1 સિવિલ વર્ક
રૂપિયા.75,37,60,219.34
ફેસ-2 ફર્નિચર અને અન્ય કામગીરી
રૂપિયા 57,41,12,801.93
ફેસ-3 એક્સેસ કન્ટ્રોલ, બૂમ બેરીયર, અને અન્ય
રૂપિયા 10,36,74,958.20
સાત માળની નવી પોલીસ કમિશ્નર કચેરીમાં કયા માળ પર કોણ બેસશે, કયા માળ પર કઈ કચેરી, ક્યાં માળ પર શુ ?

બેઝમેન્ટ

700 / 800 વધુ કાર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા, ભવિષ્ય માં વધુ એક લેવલ કાર માટે ઉભું કરી શકાય તેવી વ્યવસ્થા, પાણી ભરાય નહીં નિકાલ તુરંત થઈ જાય તેવા પમ્પ સહિત ની વ્યવસ્થા

ગ્રાઉન્ડ ફ્લોર
કન્ટ્રોલ રૂમ, જનસેવા કેન્દ્ર, પાસપોર્ટ ઓફિસ, અરજી શાખા, પોસ્ટ ચેક એરિયા, મ્યુઝિયમ, કેન્ટીન, કેફેટેરિયા,રીસેપશન એરિયા, કોન્ફરન્સ હોલ

પ્રથમ માળ
વ્યુઇંગ ગેલેરી, વોર રૂમ, JCP સ્પેશિયલ બ્રાન્ચ, JCP કંટ્રોલ અને તેઓનો સ્ટાફ, જીમનેશિયમ, રીક્રિએશનલ રૂમ, કોન્ફરન્સ હોલ

બીજો માળ
ઓડિટોરિયમ હોલ, સ્ટાફ એરિયા

ત્રીજો માળ
JCP હેડ ક્વાર્ટર, અને તેઓનો સ્ટાફ, કોન્ફરન્સ હોલ

ચોથો માળ
ડેપ્યુટી ડાયરેકટર એકાઉન્ટ, ડેપ્યુટી ડાયરેકટર એડમીન અને તેઓના સ્ટાફ ની બેઠક વ્યવસ્થા

પાંચમો માળ
ACP એડમીન, અને તેઓનો સ્ટાફ તથા કોન્ફરન્સ હોલ

6ઠ્ઠો માળ
DCP ચેમ્બર,ACP ચેમ્બર,

7 મો માળ
પોલીસ કમિશ્નર ચેમ્બર અને તેઓનો સ્ટાફની બેઠક વ્યવસ્થા, કોન્ફરન્સ હોલ

કુલ 5 કોન્ફરન્સ હોલ
150 વ્યક્તિ બેસી શકે તેવો વિશાળ એક કોન્ફરન્સ રૂમ
અધિકારીઓના અલગ અલગ નાના કોન્ફરન્સ રૂમ ..4
200 થી 250 વ્યક્તિઓ બેસી શકે તેવો ઓડિટોરિયમ હોલ
એન્ટ્રી,એક્ઝિટ પોઇન્ટ, સમગ્ર પરિસર અને બિલ્ડીંગ હાઈટેક સિક્યુરિટી સિસ્ટમ થી સજ્જ
રજીસ્ટર્ડ વાહનોજ એન્ટ્રી એક્ઝિટ ગેટ થી પ્રવેશી શકશે હાઈટેક સિક્યુરિટી અને એક્સેસ સિસ્ટમ ઇન્સ્ટોલ
ફેસ આઇડી અને ફિંગર પ્રિન્ટ, સ્ટોર હશે તેજ સ્ટાફ ની એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ થકીજ એન્ટ્રી
કયું આર કોડ, ફેસ રેકોગનાઇઝડ સિસ્ટમ ઇન્સ્ટોલ
અધિકારીઓનો એન્ટ્રી ગેટ અલગ, સ્ટાફ અલગ અને સામાન્ય જનતા ની એન્ટ્રી અલગ
અધિકારીઓ અને સ્ટાફ ની તમામ ઓળખ સહિત ની વિગતો હાઈટેક સિક્યુરિટી સિસ્ટમમાં સ્ટોર
તમામ વાહનોની વિગતો એન્ટ્રી એક્ઝિટ પર સ્ટોર
અધિકારીઓ અને સ્ટાફ ના વાહનો ની વિગતો જ્યાં સ્ટોર થયેલ હશે તેજ વાહનો એન્ટ્રી કરી શકાશે

સામાન્ય વ્યક્તિ /મુલાકાતીનો ફોટો અને આઇડી પ્રુફ સહિત નવું કાર્ડ ઇસ્યુ થશે જેમાં તેની મુલાકાતનો ઉદ્દેશ્ય, ક્યાં અધિકારી કે સ્ટાફને મળ્યો અને કેટલા સમય સુધી પોલીસ કમિશ્નર કચેરી માં રોકાયો તે તમામ બાબતોની ઝીણવટ પૂર્વક ની નોંધ થશેસાથેજ આ તમામ મુલાકતીઓ નું દૈનિક, માસિક અને વાર્ષિક સમીક્ષા અને મૂલ્યાંકન થશે કે જેથી ક્યાં વિભાગ ની વધુ મુલાકાત લે છે કે કયા પ્રકાર ની વધુ ફરિયાદ મળે છે તેનો અભ્યાસ કરી શકાય..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles