અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. હેલ્મેટ ન પહેરનારને તેમજ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ બોડીવોર્ન કેમેરા પહેરી ચાલકને ઝડપશે. અકસ્માત ટાળવા તેમજ લોકોની સુરક્ષા હેતુ હવે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જ ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ ન પહેર્યુ હોય તેને દંડ ફટકારવામાં જરાય વિલંબ નહીં કરે. શહેરીજનોએ કડક કાર્યવાહીથી બચવા હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. માહિતી મુજબ આ ડ્રાઈવ થોડા દિવસ માટે સુધી ચલાવવામાં નહીં આવે એટલે બધાએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો પર પોલીસે દંડનો ‘દંડો’ ફેરવ્યો છે.1500 ટ્રાફિક પોલીસ બોડીવોર્ન કેમેરા પહેરી ચાલકને ઝડપશે. જેથી કોઈ પોલીસ પર કોઈ ખોટો આરોપ મૂકે તો તેનું વીડિયો રેકોર્ડિંગ સબૂત બનશે.
તમને જણાવી દઈએ કે ટ્રાફિક પોલીસ પ્રથમ વખત જો કોઇ હેલ્મેટ પહેર્યા વગર ઝડપાશે તો પોલીસ 500 રૂપિયાનો દંડ કરીને મેમો આપશે અને જો કોઇ વ્યક્તિ બેથી વધુ વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાયો હશે તો તેના વિરુદ્ધ લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ બાદ શહેર પોલીસે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે, માહિતી મુજબ આ ડ્રાઈવ નવરાત્રિ સુધી ન હોવાથી બધા શહેરીજનો હેલ્મેટ ન પહેરે ત્યાં સુધી ડ્રાઈવ ચલાવવામાં આવશે. ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસના 1500 જવાન, 800 હોમગાર્ડના જવાન અને 1600 ટીઆરબી જવાન લોકોને હેલ્મેટ પહેરવા મેદાને ઊતર્યા છે.