ગાંધીનગર : ગુજરાતમાં દારૂની વધેલી દારૂની હેરફેર વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલે ફરીથી પાટનગર નજીક ચિલોડાથી જ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ બાતમીને આધારે દારૂનો જથ્થો, મોબાઈલ, ક્રેટા કાર વગેરે મળીને કુલ રૂ.13,67,463 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગરના મોટા ચિલોડા ગિયોડ પાટીયા ઓનેસ્ટ હોટેલની પાસે કારમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના અધિકારીને મળી હતી.માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને ક્રેટા કાર અટકાવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી રૂ.3,62,263 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ, ક્રેટા કાર વગેરે મળીને કુલ રૂ.13,67,463 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ કેસમાં રાજસ્થાનના બાડમેરના રહેવાસી અને કારના હેલ્પર ભુવનેશ એન.ચૌધરીની ધરપકડ કરી હતી. જ્યારે ચાર આરોપી ફરાર થઈ ગયા હતા. જેમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં મોકલનાર, કારનો ડ્રાઈવર, કારનો માલિક અને દારૂનો જથ્થો મંગવાનારાનો સમાવેશ થાય છે. આ કેસની વધુ તપાસ ચિલોડા પોલીસ સ્ટેશન કરી રહી છે.