અમદાવાદ : અમદાવાદમાં અને એમાંય ખાસ કરીને નારણપુરા વિસ્તારમાં રિડેવલપમેન્ટના કાર્યમાં ખાસ્સી એવી તેજી આવી છે, છેલ્લાં કેટલાંક સમયથી નારણપુરા અને સોલા વિસ્તારમાં આવેલ હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ પણ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીમાં જાેડાઈ ચુકી છે જેમાં 12 જેટલી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જયારે 10થી વધુ સોસાયટીઓની ટેન્ડરો પડી ચુકયા છે. જયારે અનેક સોસાયટીઓના સંમતિઓ લેવાના સહિતના કામકાજ પાઈપલાઈનમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કેટલાંક લેભાગુ તત્વો આ રિડેવલપમેન્ટમાં મોટો માલ કમાવવાની આશાએ સોસાયટીના રિડેવલપમેન્ટના કામમાં રોડા નાંખી યેનકેન પ્રકારે અટકાવવાના પ્રયાસ કરતા હોવાની ચર્ચા ઉઠી છે.
એક ચર્ચા મુજબ નારણપુરામાં પાંચ થી આઠ સોસાયટીઓ રિડેવપમેન્ટમાં જાેડાઈને ડીમોલીશ થઈ ચુકી છે અથવા તો તૈયારીમાં છે, જયારે ચાર થી પાંચ જેટલી સોસાયટીઓ ત્રિપક્ષીય કરારના અંતિમ તબક્કામાં છે, જયારે બીજી અનેક સોસાયટીઓના ટેન્ડરો ચાલી રહ્યા છે. જયારે બીજી અનેક સોસાયટીઓમાં સહમતિની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે નારણપુરામાં બે-ચાર સોસાયટીઓમાં કેટલાંક લેભાગુ તત્વોએ પગપેસારો કરીને રિડેવલપમેન્ટમાં મોટો મામલ કમાવવાની આશાએ જયાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં નાના મોટા મકાનો બીજાના નામે ખરીદી લે છે અને જ્યારે રિડેવલપમેન્ટમાં ટેન્ડર ખૂલે અને ડેવલપર આવે એટલે આવા લેભાગુ તત્વો રિડેવલપમેન્ટના કાર્યમાં વિટંમણાઓ ઉભી કરે છે. હાઉસિંગના નિયમો અને કાયદાના જાણકાર હોવાનો હાઉ ઉભો કરીને, સોસાયટીના સ્થાનિક ભોળા લોકોને ખોટા વચનો કે ડર બતાવી કાગળિયાંની સાચી ખોટી માયાજાળ રચી પ્રોજેક્ટને ખોરંભે ચડાવવાનો પ્રયત્ન કરતા હોવાની ચર્ચા ઉઠી છે.
એક સ્થાનિકની ફરિયાદ મુજબ આવા લેભાગુ તત્વો કે જેમનો મૂળ ઉદ્દેશ્ય હાઉસીંગના અધિકારીઓને નોકરી બાબતે ડરાવવા અને બિલ્ડરને પ્રોજેક્ટ ડીલેય કરાવવાની મોડેસ ઓપરેન્ડીશ કરી બિલ્ડર અને હાઉસિંગના અધિકારીઓના તોડપાની કરી મસમોટા રૂપિયા પડાવવાનો હોય છે અને આવા રૂપિયા થકી આવી બીજી સોસાયટીમાં મકાનો ખરીદી આ જ પ્રકારની મોડસ આપરેન્ડીશ મુજબ નવી સોસાયટીમાં પ્રેક્ટિસ ચાલુ રાખવી.જ્યારે વાતાવરણ ડોહળાય ત્યારબાદ તે ગેંગના જ કોઈ એક બે સભ્ય સમાધાન ફોમ્ર્યુલા સાથે આગળ આવે અને પ્રોજેક્ટને સફળ બનાવવાની અને વિરોધી ટોળકીને સમજાવવાની વગેરે મીઠી મીઠી વાતો કરી યોજનાને આખરી ઓપ અપાય તેવી વ્યૂહ રચના ગોઠવે છે.
તમને જણાવી દઈએ કે 300 લોકોની સોસાયટીમાં આવા બે-ચાર લેભાગુ તત્વોને કારણે રિડેવલપમેન્ટ પ્રોજેકેટ લંબાઈ જાય છે જેને કારણે આખરે સ્થાનિક અને નિર્દાેષ પ્રજાએ આખરે ભોગવવાનું આવે છે જેથી સૌ લોકોએ આવા લેભાગું તત્વોને ઓળખી કાઢી, આવા લોકોેને જાહેરમાં ઉઘાડા પાડવા જાેઈયે. આવા તત્વોને મહત્વ મળે નહિ તો તેઓ 25% માં આવી જશે અને કાયદાનો સરકારી કોરડો જરુર પડશે.હાઉસીંગ બોર્ડે પણ આવા તત્વોને અલગ તારવીને આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જાેઈએ.