29 C
Gujarat
Sunday, December 22, 2024

વાહનચાલક માટે ઉપયોગી માહિતી, આ રીતે કેન્સલ કરાવો ખોટી રીતે આવેલો ઈ-મેમો

Share

અમદાવાદ : ગુજરાત પોલીસ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પર આકરા પગલા લઈ રહી છે. હવે તો સીસીટીવી કેમેરાની બાજ નજરમાં નિયમો તોડનારા કેદ થઈ જાય છે, એટલું સીધું ઈ-ચલાણ ઘરે આવી જાય. પરંતું કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે, નિયમોનો ભંગ ન કર્યો હોય છતાં ઈ-મેમો ઘરે પહોંચી જાય છે. આવામાં ખોટો ઈ-મેમો આવી જાય તો શું કરવાનું. તેનો પણ ઉપાય છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ખોટી રીતે આવી જતા ઈ-ચલાણ પર શું કરવું તેનું સોલ્યુશન આપ્યું છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ખોટી રીતે ઇશ્યૂ કરવામાં આવેલા ઇ-ચલણને કેવી રીતે રદ કરવું તે જણાવવામાં આવ્યું છે. સાથે જ પોલીસે જણાવ્યું કે, Technical અથવા Human error ના લીધે જો આપને લાગે છે કે આપને ખોટું ઈ-ચલણ મળેલ છે તો આપ વીડિયોમાં દર્શાવ્યા મુજબ આપનું ઈ-ચલણ રદ કરાવી શકો છો. ટેકનિકલ અથવા માનવીય ભૂલને લીધે મળતાં ખોટા ઈ-ચલણથી રાહત મળી શકે છે.

જો ઇ-મેમો કોઇ કારણસર ખોટો આવ્યો તો તમે આ મામલે ફરિયાદ પણ કરી શકો છો. ઈ-મેલ પર વાહનચાલકો આ મામલે ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ csitms-ahd.@gujarat.gov. in ઈ- મેઇલ પર થશે. જો કોઈ વ્યક્તિ ઇ-મેઇલ કરવામાં આ અસક્ષમ હોય તો અમદાવાદ ટ્રાફિક પોલીસ કચેરીએ રૂબરૂમાં જઈને લેખિતમાં અરજી કરવાની રહેશે.

જો પોલીસની ભૂલ હશે તો તેને પણ સુધારી શકાશે. હવે તમારાથી કોઈ ચૂક થશે તો આપ જરૂરથી આ મેમોથી નહીં બચી શકો, પરંતુ જો ખોટો મેમો આવશે તો તેનાથી ગભરાવાની જગ્યાએ ઈમેલ અથવા રૂબરૂમાં લેખિત અરજી કરવાની રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles