અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે (24મી ડિસેમ્બર) ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્થાનિકોએ રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવવા માટે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના મામલે પોલીસ જાતે જ ફરિયાદી બની છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ખોખરામાં આંબેડરની પ્રતિમાને ખંડિત કર્યાના મામલે રાજકારણ ગરમાયું છે. ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થતા લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઘટના બની ત્યારથી ધરણા ધર્યા હતા. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તો આ મામલે હવે રાજકારણ ગરમાયુ છે.
ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થયાને 24 કલાકથી વધુનો સમય વિતી ગયો.. અને આગેવાનોએ આપેલા સમયની મર્યાદા પૂર્ણ થતાં જ, ધીરજથી વિરોધ કરવાની મર્યાદા પણ ઓળંગી દેવાઈ.. ખોખરા બંધનું એલાન આપી દેવાયું.. જો કે, બપોર થતાં તો આ બંધને મિશ્ર પ્રતિસાદ જ મળ્યો હતો.. દરમિયાન રસ્તા પર બેનરો સાથે.. સૂત્રોચ્ચાર બોલવતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા..સ્થાનિકોએ આરોપીને પકડવાની માગ યથાવત્ રાખી..
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપનું વણલ ડો.બાબાસાહેબ આંબેડકરની વિરોધી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સાથે જ નવી મૂર્તિ સ્થાપિત કરી ઝડપથી આરોપીને પકડવાની માગ કરવામાં આવી છે. તો આ મામલે કોંગ્રેસ-ભાજપના નેતાઓએ પણ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. ભાજપના સાંસદ દિનેશ મકવાણા, દર્શના વાઘેલા, અમિત ઠાકરે પણ રજૂઆત કરી છે. આ સાથે આરોપીઓને ઝડપથી પકડવા માગ કરી છે.
જયંતિ વકીલની ચાલીના સ્થાનિકોની માગ છે કે અમદાવાદ શહેરમાં જ્યાં પણ ડો. બાબા સાહેબ આંબેડકર અને મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે, ત્યાં સીસીટીવી લગાવવામાં આવે.જ્યાં પણ આવા પ્રતિમાઓ લગાવવામાં આવેલી છે તે તમામ જગ્યાએ પોલીસ પોઇન્ટ મૂકવામાં આવે.ડો. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવે.આરોપીનું કમિશનર ઓફિસ સુધી સરઘસ કાઢવામાં આવે.