અમદાવાદ : ઓસ્ટ્રેલિયામાં રમાતી ક્રિકેટ સીરીઝ પર અમદાવાદમાં બેસીનો સટ્ટો રમાડતા ત્રણ સટોડિયાને પીસીબીની ટીમે ઝડપી લીધા છે. જ્યારે તેઓ જે મોટા બુકીઓ પાસે સટ્ટો કપાવતા હતા. તે થલતેજના જશુ ઠાકોર સહિત પાંચને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પીસીબીના પોલીસ ઇન્પેક્ટર જે પી જાડેજાના સ્ટાફને બાતમી મળી હતી કે ચાંદખેડા ત્રાગડ રીંગ રોડ નજીક આવેલા દ્વારકેશ ઓપ્યુલન્સમાં 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે કેયુર ઉર્ફે જીગર પટેલના ભાડાના ફ્લેટમાં દરોડો પાડીને કેયુર પટેલ , આકાશ ઉર્ફે ચિન્ટુ પારસભાઈ શાહ (રહે.શાહ કોલોની રાહત સર્કલ પાસે શાહપુર દરવાજા બહાર શાહપુર અમદાવાદ) અને કૃણાલ દિલીપભાઈ મોદી (રહે. હરિહર નિવાસ પરબડી પાસે શાહપુર દરવાજાનો ખાંચો,શાહપુર)ને ઝડપી લીધા હતા.પોલીસને સ્થળ પરથી નવ મોબાઇલ ફોન, લેપટોપ, અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતે કે કેયુર પટેલ ન્યૂ રાણીપ ચેનપુર રોડ પર આવેલા મેગા આર્કેડમાં રહેતો હતો અને તેણે સટ્ટા માટે મકાન ભાડે રાખ્યું હતુ. તેણે સટ્ટા માટેનું આઇડી ચાંદલોડિયા સિલ્વર સ્ટાર નજીક રહેતા કિશોર મારવાડી, જય ઠાકોર પાસેથી તેમજ અન્ય ત્રણ લોકો પાસેથી લીધા હતા.પોલીસને હિસાબની ડાયરી તેમજ અન્ય ગ્રાહકોના નામની યાદી પણ મળી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.