અમદાવાદ : પ્રયાગરાજમાં શરૂ થયેલા મહાકુંભ સ્નાન માટે ST વિભાગની વોલ્વો બસોને દોડાવાનો પ્લાનિંગ છે. ત્યારે સોમવારથી શરૂ થયેલી આ સેવાઓ માટે માત્ર બે કલાકમાં જ બસોના બુકિંગ ફૂલ થઈ ગયા હતા. 26 ફેબ્રુઆરી સુધી બુકિંગની તમામ સીટ ફૂલ થઈ હોવાને કારણે યાત્રીઓમાં નિરાશા જોવા મળી છે.અમદાવાદમાંથી દરરોજ ઉપડતી ST બસો પણ સંપૂર્ણ રીતે બુક થઈ ચૂકી છે. પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને ST વિભાગ હવે વધારાની બસોની ટ્રીપ શરૂ કરવાની તૈયારી કરે તેવી શ્રધ્ધાળુઓ માંગ કરી રહ્યા છે, જેથી વધુ યાત્રીઓને મહાકુંભના પવિત્ર સ્નાન માટે જવાની તક મળી શકે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદથી પ્રયાગરાજની એસી વોલ્વો બસ સર્વિસ આવતીકાલે 27 જાન્યુઆરીથી શરૂ થવાની છે, જેના માટે ઓનલાઈન બુકિંગ ગઈ કાલે શનિવારે 25 જાન્યુઆરીથી શરુ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન બુકિંગ મેળવવા પણ ભારે પડાપડી જોવા મળી રહી છે, બુકિંગ શરુ થયાની થોડી જ કલાકોમાં તમામ 30 દિવસની બસનું બુકિંગ થઇ ગયું છે.ટિકિટ બુકિંગ શરૂ કરાયાના એકાદ કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ 1380 ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. સવાર પડતાં જ ટિકિટ બુક કરાવનારાએ જ્યારે બુકિંગ માટે પ્રયાસ કરતાં 25 ફેબ્રુઆરી સુધી ‘બુક’ બતાવતા તેઓ નિરાશ થયા હતા.
મહા કુંભ મેળામાં હાજરી આપવા માટે ગુજરાતના યાત્રાળુઓને આરામદાયક મુસાફરીનો ઓપ્શન મળી એ ઉદ્દેશ્યથી આ બસ સર્વિસ શરુ કરવામાં આવી છે. GSRTC એ એક મુસાફર દીઠ રૂ. 8,100 ના ભાવે 3-રાત્રિ, 4-દિવસનું ખાસ પેકેજ પણ રજૂ કર્યું છે.
ઘણા સંભવિત મુસાફરોને બુકિંગ મેળવવામાં મુશ્કેલી પડી હતી. ફ્લાઇટના ઊંચા રેસ્ટ અને ટ્રેન રિઝર્વેશન મેળવવામાં મુશ્કેલીને કારણે, ઘણા શ્રદ્ધાળુઓ એસી વોલ્વો બસનું બુકિંગ શરુ થવાની રાહ જોઈ રહ્યા હતાં. પરંતુ ફક્ત થોડા કલાકોમાં તમામ સીટો બુક થઇ ગઈ હતી.