21.7 C
Gujarat
Saturday, December 21, 2024

સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે ગુજરાતી ફિલ્મ ‘રાજી’, કોના પર આધારિત છે ફિલ્મ, જાણો

Share

અમદાવાદ : આગામી તારીખ ૨૪ જુને ગુજરાતી ફિલ્મ ‘રાજી’ રિલીઝ થઈ રહી છે.‘રાજી’ એ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ખુશ કેવી રીતે રહી શકાય એવો સંદેશો પહોંચાડતી 12 વર્ષની લાડલી ‘રાજી’ મસ્તીનું જીવન જીવે છે.અને મુઠ્ઠીમાં છે રાજી રહેવાની રમત, આધારિત સપરિવાર માણવા જેવી ગુજરાતી ફિલ્મ છે.

પોલિઆનાની મનોરંજક કથા વર્ષોથી વાચકોને, સર્જકોને અને પ્રેક્ષકોને લોભાવતી રહી છે. વિશ્વની ઘણી બધી ભાષાઓમાં તેના પરથી નાટકો, ટેલિવિઝન સિરિયલ્સ અને વિવિધ ભાષાઓમાં અનેક ફિલ્મો બની છે.ત્યારે વાચકોની લાડલી ‘પોલીઆના’ ને ‘રાજી’ સ્વરૂપે ગુજરાતી સિનેમાના પડદે લાવવાનું પ્રસ્તુત કાર્ય ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર ફિલ્મ બજાબા ના લેખક દિગ્દર્શક રમેશ કરોલકરે કર્યું છે.

ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આજકાલ ખૂબ સારા કન્ટેન્ટ આવી રહ્યા છે, નવલકથાના મૂળ ભાવને પકડી ગુજરાતી માહોલમાં આપણી જ આબોહવાના પાત્રોનું સર્જન કરી પટકથા તૈયાર કરવાનું મુશ્કેલ કામ રમેશ કરોલકર, જાણીતા લેખિકા નીલમબેન દોશી અને ચિરાગ ઠક્કરે સાથે મળીને કોરોનાના કપરા સમયમાં કોન્ફરન્સ કોલમાં ચર્ચાઓ કરી કરીને પાર પાડ્યું છે.

આમ તો ફિલ્મમાં એવા કોઇ મોટા સ્ટાર સ્ટાર નથી, ખોટી ઝાકમઝોળ નથી. કોઇ ફાઇટ નથી કે કોઇ નથી કોઈ ફાલતુ કોમેડી. છે તો બસ ફિલ્મનો કડક વિષય. વિષયને ૧૦૦% ન્યાય આપી શકે તેવા કલાકારો.. વિષયને અનુરુપ એક એકથી ચડિયાતા આંખો ઠારે એવા લોકેશન્સ, અદભૂત સિનેમેટોગ્રાફી, અને મુળ વિષયને વધુ સારી માવજત સાથે પડદા પર મુકનાર દિગ્દર્શન.

બાળ કલાકાર રાજીનો સાહજિક અભિનય, જરાય એક્ટિંગ કરતી નહિ પણ પોલિઆનાને જીવતી હોય એવું લાગ્યા કરે. તો માશી અર્થાત મિસ પોલી અહીં સુજાતા શ્રોફ, એની સેક્રેટરી નેન્સી એટલે કે આપણી જાનકી, એમના સ્ટાફમાં માળીકાકા, લક્ષ્મી, નવીસવી આવેલી કૂક ગૌરી, તો રાજીનો દાબેલીવાળો મિત્ર રવિ, બધા જ પોતાનાં પાત્રોને જીવી જાય છે. ફિલ્મમાં ચાર ગીતો છે, એમાં કથાને બિલકુલ અનુરુપ એવા ધ્રુવદાદાના બે કર્ણપ્રિય ગીતો પરદા પર ખરેખરી રંગત જમાવે છે.

આગામી તારીખ ૨૪ જુને રિલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ “રાજી” કેન્વાસ પર દોરાયેલા અદભૂત ચિત્ર જેવી આ ફિલ્મ પોલેઆનાના ચાહકોને તો જરુર ગમવાની જ છે પણ જેણે પોલિઆના નથી વાંચી એમને આ ફિલ્મ જોઈ વારંવાર વાંચવાનું મન થશે એમાં કોઈ બે મત છે જ નહિ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles