38.8 C
Gujarat
Wednesday, March 12, 2025

અમદાવાદમાં વધુ 5 સ્થળે સ્માર્ટ પાર્કિંગ શરૂ થશે, QR કોડથી જ પેમેન્ટ, કલાકનો આટલો ચાર્જ

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે ત્રાસ દાયક બનતી જઇ રહી છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મલ્ટી સ્ટોરેડ પાર્કિંગ પણ બનાવ્યા છે તે પણ અમુક વિસ્તારમાં ફુલ થઇ જાય છે જ્યારે અમદાવાદના મહત્વના ગણાતા એવા સિંધુભવન રોડ અને સીજી રોડ પર પેડ પાર્કિંગની વ્યવસ્થા છે જેમાં અનેક વખત પાર્કિંગના કર્મચારીઓ સાથે વાહન ચાલકોની માથાકુટ થાય છે તેને ઘ્યાનમાં લઇને AMC દ્વારા હવે અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાંચ સ્થળે ફ્લેપ લોક આધારિત સ્માર્ટ પાર્કિંગના અમલની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ પાંચ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ, સોબો સર્કલથી મેરી ગોલ્ડ સર્કલ, મીઠાખળીથી લૉ ગાર્ડન, સીજી રોડ અને યુનિવર્સિટી રોડનો સમાવેશ થાય છે. આ તમામ સ્માર્ટ પાર્કિંગ માટે સાઈકલનો રૂ.1, ટુવ્હીલર માટે રૂ.2 અને કાર માટે રૂ.15 ચાર્જ નક્કી કરાયો છે. આ ચાર્જ 1 કલાક માટેનો છે. જેમ જેમ સમય વધશે તેમ તેમ ચાર્જમાં પણ વધારો થશે.

સૌથી મહત્વની વાત એ છે કે પાર્કિંગ ચાર્જ ક્યૂઆર કોડ સ્કેન કરીને ચૂકવવાનો રહેશે. હાલમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે આ પાંચ સ્થળની પસંદગી કરાઈ છે. 2 મહિના પછી તેનો અમલ કરાશે. જે વિસ્તારમાં ફ્રી પાર્કિંગ છે ત્યાં પાઈલોટ પ્રોજેક્ટને રિસર્ચ તરીકે ગણાશે. મ્યુનિ.એ 1 હજાર ફ્લેપ લોક ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું છે. અગાઉ સિંધુભવન રોડ પર પાઈલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ પ્રકારનું સ્માર્ટ પાર્કિંગ શરૂ કરાયું હતું. એક સ્ટાર્ટઅપે આ પ્રકારના પાર્કિંગની દરખાસ્ત મ્યુનિ.ને કરી હતી. સમગ્ર પાર્કિંગ સુવિધા સ્માર્ટ એપ્લિકેશન અને ક્યુઆર કોડ આધારિત છે. ભવિષ્યમાં શહેરના તમામ વિસ્તારમાં તે લાગુ કરાશે.

મેગ્નેટિક સેન્સર અને ક્યુઆર કોડને આધારે સ્માર્ટ પાર્કિંગનું સંચાલન કરાશે. સ્લોટ ખાલી હોય ત્યારે કાર પાર્ક કરી શકાશે. જતી વખતે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.

રોડ અને વાહન પાર્કિંગની ક્ષમતા
વિસ્તાર પાર્કિંગ ક્ષમતા
ઝાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ……….160
સોબો સર્કલથી મારી ગોલ્ડ સર્કલ…………105
મીઠાખળીથી લો ગાર્ડન…………………..170
સીજી રોડ……………………………….306
યુનિવર્સિટી રોડ………………………….350

પાર્કિંગમાં આ ચાર્જ આપવાનો રહેશે

1 સાઇકલ
5 સ્કૂટર
15 કાર
50 મધ્યમ માલવાહક

નોંધ : ચાર્જ રૂપિયામાં અને એક કલાનો છે, સમય સાથે ચાર્જ વધશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles