30.3 C
Gujarat
Wednesday, October 23, 2024

પશ્ચિમ અમદાવાદમાં કોરોના વકર્યો : ઘરમાં 3 કે તેથી વધુ કેસ હશે તેને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાશે

Share

અમદાવાદ : અમદાવાદમાં આ વર્ષે ફેબુ્આરી મહિના બાદ પહેલી વખત કોરોનાના નવા કેસની સંખ્યા ૩૦૦ના આંકને પાર કરી ગઈ છે.ગુરુવારે શહેરમાં દૈનિક કેસમાં ૫૭ કેસનો વધારો થતાં નવા ૩૦૯ કેસ નોંધાયા હતા.હાલમાં શહેરમાં કોરોનાના એકટિવ કેસ ૧૫૦૦ થી પણ વધુ છે.૮ મે બાદ શહેરમાં પહેલી વખત બોપલ,સાઉથ બોપલના એક-એક તેમજ ન્યૂ રાણીપ અને નવરંગપુરાના એક-એક એમ કુલ ચાર સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.કોરોના સંક્રમણમાં વધારો થતાં શહેરમાં જે સ્થળે કોરોનાના ત્રણ કે ત્રણથી વધુ કેસ નોંધાશે ત્યાં માઈક્રોકન્ટેઈન્મેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે.

હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 1500થી વધુ એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વાર ઘેર ઘેર સર્વેલન્સ અને સ્ક્રીનિંગ હાથ ધરાશે અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે.ન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને કોરોનાના ટેસ્ટિંગ વધારવા, માસ્ક ફરિજયાત બનાવવા અને જે કોઈ ઘરમાં ત્રણ વ્યક્તિ કોરીનાની ઝપટમાં આવ્યા હોય તો તે મકાનને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવા સહિતના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles