અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સાત મહિનાની બાળકીના અપહરણ અને તેને વેચવાના કાવતરાનું ભાંડો ફૂટ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં ધોળકાના એક IVF સેન્ટરમાં કાર્યરત નર્સ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ધોળકામાં 7 મહિનાની બાળકીના અપહરણ કેસમાં મોટો ખુલાસો થયો છે. ધોળકાના IVF સેન્ટરમાં કામ કરતી નર્સે અપહરણ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. નર્સ બાળકીનું અપહરણ કરી ઓરંગાબાદ વેચવા માટે પહોંચી હતી. પોલીસે ઓરંગાબાદ પહોંચી બાળ તસ્કરી કૌભાંડને ઝડપી પાડ્યું હતું. બાળકીની ખરીદી કરનાર સહિત નર્સની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યમાં વેચાણ કરતા હતા. બાળ તસ્કરી રેકેટ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ નર્સ છેલ્લા કેટલાક સમયથી બાળકો વેચવાના કૌભાંડમાં સંડોવાયેલ હતી અને આ અપહરણ તેનું પહેલું કૃત્ય ન હતું. તેવો શક પણ પોલીસ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરીને ઓરંગાબાદ પહોંચીને બાળકીને સલામત રીતે બચાવી લીધી હતી. અને તેને ખરીદનારા શખ્સની પણ ધરપકડ કરી છે.
પોલીસે ચાર આરોપીઓની ઓળખ કરી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. તપાસમાં આવી શક્યાની શક્યતા છે કે આ એક મોટું બાળ તસ્કરીનું રેકેટ હોય તેવી શક્યતાઓ છે. અત્યારે આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પુછતાછ ચાલી રહી છે અને વધુ શંકાસ્પદ લોકોની ઓળખ માટે પૂછપરછ ચાલી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને, બાળકીને સમયસર બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.