અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણના કેન્દ્ર તરીકે ઉભા કરવામાં આવેલા પ્રોજેકટ AMC ની બેદરકારીના કારણે થોડાક વર્ષોમાં બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ નિગમ લિમિટેડ દ્વારા વર્ષ 2015 થી 2022 સુધીમાં પાંચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા.જે પૈકી ત્રણ પ્રોજેક્ટ બંધ હાલતમાં છે તો એ સિવાયના બાકીના પ્રોજેકટ મૃતપાય અવસ્થામાં છે.અમદાવાદ રિવરફ્રન્ટ બોર્ડની બોર્ડ બેઠકમાં ફરી એક વાર પ્રોજેક્ટનો મુદ્દો ઉઠ્યો હતો અને વિપક્ષ નેતા શહેઝાદ ખાન દ્વારા પ્રોજેક્ટ મામલે રજુઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટ પર વર્ષ 2015 માં ઝીપ લાઇન સેવા શરૂ કરવામ આવી હતી ત્યાર બાદ સી પ્લેન, જોઈ રાઇડ હેલિકોપ્ટર, કાયા કિંગ વોટર એક્ટિવિટી અને તરતી રેસ્ટોરન્ટ રિવર ક્રૂઝ જેવા અનેક પ્રોજેક્ટો ચાલુ કરવામાં આવ્યા હતા. જો કે તમામ પ્રોજેક્ટ ફેલ નીવડયા હોવાનો દાવો વિપક્ષે કર્યો છે. તમામ પ્રોજેક્ટ ચાલુ થયા ના એક બે વર્ષમાં જ બંધ થઈ ગયા છે. વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો હતો કે માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પણ તે પ્રોજેક્ટ સફળ થતો નથી.
વિપક્ષના આક્ષેપ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિપક્ષના આક્ષેપ ખોટા છે. વરસાદની આગાહી થાય કે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવે છે. ક્રૂઝ વરસાદ બંધ થતા ફરી ચાલુ થઈ છે. ઝીપ લાઇન અને હેલિકોપ્ટર સર્વિસ ટેકનિકલ ખામીને કારણે બંધ કરવામાં આવી હશે. ટોયલેટ સફાઈની જે વાત કરી છે તે સફાઈના આદેશ આપવામાં આવ્યા છે. ઇમેજિકા આ 4સાથે પણ MOU કરવામાં આવ્યા છે. જેથી આગામી સમયમાં લોનાવાલ નાગરિકોએ નહીં જવું પડે. આરંભે સુરા. જેવી કહેવત અહીં અમદાવાદ મહાનગરપાલિકાની લાગુ પડી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં અનેક પ્રોજેક્ટ તો ચાલુ થાય છે પરંતુ તેનું બાળ મરણ થઈ જાય છે.
21/3/2015ના રોજ ઝીપ લાઈનનું ઉદ્ધાટન
31/10/2020ના રોજ સી-પ્લેનનું ઉદ્ધાટન
1/1/2022ના રોજ હેલિકોપ્ટર રાઈડનું ઉદ્દઘાટન
31/3/2023ના રોજ કાયાકિંગનું ઉદ્ધાટન
2/7/2023ના રોજ રિવર ક્રૂઝનું ઉદ્ધાટન