Saturday, September 13, 2025

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

Share

Share

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેકટ તેમજ પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે “ડાયલ 112”નું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-112 એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે.સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસસી આ વાહનો દ્વારા ગુજરાત સરકારે ‘ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગ’ની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા છે.

જેમાં ડાયલ 112 જનરક્ષક’ પ્રોજેકટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને 500 જન રક્ષક વાનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન 534 જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રતિકાત્મક રૂપે મહાનુભાવોના હસ્તે પોલીસ વિભાગના ચાલકોને વાહનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. 217 કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS -15700 સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

“ડાયલ 112”નું આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ અમદાવાદમાં 150 કર્મચારીઓ 24×7 સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે. ગુજરાતની સુરક્ષા માટેના નવતર મહત્વપૂર્ણ કદમો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીની જોડીને બિરદાવી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારમાંનું રાજ્ય છે.

ગુજરાતનો સાગર કિનારો, કચ્છ કે બનાસકાંઠાની સરહદો પરથી અગાઉના સમયે અનેક અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં ગુજરાતની આ સરહદો અભેદ કિલ્લા જેવી બની છે. આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં નંબર વન ક્રમાંકે છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મિરાબેન પટેલ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, જે.એસ.પટેલ, લક્ષ્મણજી ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે, ઈ.એમ.આર.આઈ. ડાયરેકટર કે. ક્રિષ્ણમ રાજુ સહિત રાજ્યભરમાંથી પોલીસ વિભાગના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ‌, મહાનગરપાલિકાના નગરસેવકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...

પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએઃ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી

સુરત : ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ શનિવારે સાંજે સુરત શહેરમાં અલથાણ પોલીસ સ્ટેશનના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ...