21.9 C
Gujarat
Thursday, January 2, 2025

નવા વાડજ-નારણપુરા-સોલા : રિડેવલપમેન્ટ માટે હાઉસીંગના રહીશોએ એકતા બતાવવી પડશે

Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસિંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે.અને એમાંય ખાસ કરીને કોરોનાકાળ બાદ સોલા રોડ, નારણપુરા અને નવા વાડજની અનેક જર્જરિત મકાનોની હાલત જોઈને રિડેવલોપમેન્ટની માંગ પ્રબળ બની છે.

તાજેતરમાં રહીશો અને જુદા જુદા મંડળ તથા ફેડરેશન દ્વારા રજુઆતો, કાર્યક્રમો વગેરે લઈને સરકાર હરકતમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમયની રાહ જોયા પછી તાજેતરમાં સરકાર પેનલ્ટી માફ કરવાની યોજના લાવી છે પરંતુ રિડેવલોપમેન્ટ પોલીસીમાં સુધારાને લઈને હાઉસીંગના રહીશા નારાજ હોવાનું જાણવા મળ્યું છે.

હાઉસીંગ સોસાયટીઓની વાત કરીએ તો સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની અલગ અલગ ૧૨૫ થી વધુ સોસાયટીઓ રિડેવલમેન્ટ માટે તૈયાર બેઠી છે પરંતુ રિડેવલમેન્ટ પોલીસી-૨૦૧૬માં બિલ્ડરોની મૂળ માલિકને અન્યાય કરતી શરતો અને ઉપરથી કાંડા કાપી લેતા હઠાગ્રહી નીતિની જાહેરાતના છ વર્ષ પછી પણ અમદાવાદમાં જયમંગલ બસસ્ટેન્ડ નજીકની એક માત્ર એકતા એપાર્ટમેન્ટની સ્કીમ પૂરી થઈ શકી છે.ત્યારબાદ આજદિન સુધી કોઈ પણ રિડેવલપમેન્ટ સફળ થયું નથી. ૨૦૧૬ થી ૨૦૨૨ સુધીનો સમયગાળો ગણવામાં આવે તો સાત વર્ષમાં એક સોસાયટીનું રિડેવલપમેન્ટ સફળ થયું છે.

પરંતુ આ વખતે હાઉસીંગના મતદારો રિડેવલમેન્ટની ઢીલી નીતિને લઈને નારાજ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક ચુંટાયેલ પ્રતિનિધીઓ સાથ અને સહકાર ન આપતા હોવાની રહીશો ફરિયાદ કરી રહ્યા છે.સ્થાનિક નેતાઓ રસ દાખવતા નથી, આ વખતે હજુ બે-ચાર મહિના બાકી છે ત્યારે ચુંટણી પહેલા રિડેવલમેન્ટ પોલીસીમાં ફેરફાર ન કરવામાં આવે તો ચુંટણીઓમાં ખબર પાડી દેવાનું મન બનાવી દીધું છે. જેને લઈને આગામી સમયમાં હાઉસીંગના રહીશોએ એકતા બતાવવી પડશે, એકતાથી લઈને શક્તિપ્રદર્શનો બતાવવા પડશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles