અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાઓએ પોલીસની સુરક્ષા અને કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. પાલડી બાદ વિરાટનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. હત્યા કરેલી હાલતમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર કારની ડિકીમાંથી મળેલો મૃતદેહ બિલ્ડર હિંમત રુદાણી છે.આ હત્યામાં ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણ આરોપીઓની રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શનિવારે રાત્રે વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં કારમાંથી મૃતદેહ મળ્યો હતો.ઓઢવ પોલીસે એક જ રાતમાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ હત્યામાં ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણ આરોપીઓની રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે. નિકોલ, ઓઢવ અને રામોલ પોલીસના 50 લોકોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આ હત્યામાં પોલીસને મહત્ત્વના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે.
પૈસાની લેતીદેતીમાં બિલ્ડરની હત્યા થઈ હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે ત્રણ આરોપીઓને રાજસ્થાનના શિરોહીમાંથી પકડી પાડવામાં આવ્યા છે.
(૧) હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ શહેર
(૨) પપ્પુ હિરાજી મેઘવાલ રહે.જાવલ સિરોહી
(૩) અન્ય એક
તમને જણાવી દઈએ કે શનિવારે રાત્રે શહેરના વિરાટનગર કોર્પોરેશન ઓફિસની સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરાયેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળ્યો. ઘટના અંગે ઓઢવ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળેથી પોલીસને કારની ડેકીમાંથી બિલ્ડરનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતદેહ બાપુનગર ઇન્ડિયા કોલોનીના રહેવાસી હિંમત કનુભાઈ રૂડાણીનો છે. જે મૂળ બિલ્ડર હતા. નિકોલ અને નરોડા રોડ પર તેમની ઘણી સાઇટ છે. પરંતુ હત્યાના બનાવ પહેલા બપોરથી બિલ્ડર હિંમત રૂડાણીનો મોબાઈલ ફોન બંધ આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તેવામાં રાત્રે બિલ્ડર હિંમત રૂડાણીનો મૃતદેહ તેમની જ મર્સિડીઝ કાર GJ 01 KU 6420ની ડેકીમાંથી કારમાંથી મળ્યો હતો.