અમદાવાદ : અમદાવાદીઓ મફત પિઝા લેવા માટે ઘેલા થયા છે, અમદાવાદમાં મફત પિઝા ખાવા માટે લાઈનો લાગી છે, મફત પિઝાની સ્કીમ જોઈને લોકો પિઝા લેવા માટે રાશન કાર્ડની લાઈન લાગી હોય તેમ ઉમટી પડયા હતા, ત્યારે રવિવારે મફત પિઝા ખાવા માટે લોકોની લાઈનો પડી હતી. ભીડ એટલી હદે વધી છે કે, પોલીસ આવી પહોંચી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં એક ખાનગી પિઝા આઉટલેટ દ્વારા રવિવારે મફત પિઝાની જાહેરાત કરવામાં આવી હતી. મફત પિઝા અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. જેને કારણે રવિવારે મોટી સંખ્યામાં પિઝા આઉટલેટ પર ફ્રી પિઝા લેવા માટે લોકો પહોંચી ગયા હતા. પિઝા શોપના માલિકે 2 કલાકમાં 1500 પિઝા આપવાની જાહેરાત કરી હતી જેને લઈ લોકો લાઈનમાં ઉમટી પડયા હતા, બપોરે 12 થી 2 વાગ્યા સુધી મફત પિઝાનું વિતરણ કરવામાં આવ્યું હતુ, અને એક કલાકમાં મફત પિઝાનો ટાર્ગેટ વેપારીને પૂર્ણ થયો હતો, શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી લોકો પિઝા લેવા ઉમટી પડયા હતા.
પિઝા એ નાના બાળકોથી લઈને મોટા લોકોને અતિપ્રિય હોય છે અને આજે રવિવાર એટલે રજાનો દિવસ, કોને એવું ના થાય કે લાવો પિઝા ખાઈએ એ પણ મફતના, ત્યારે પ્રહલાદનગરમાં એક આઉટલેટના ઓપનિંગ વખતે અને આઉટલેટની જાહેરાત કરવાના લીધે પિઝા મફતમાં આપવાની સ્કીમ રાખી હતી અને લોકો દૂર દૂરથી પિઝા લેવા માટે ઉમટી પડયા હતા. ત્યારે મફતમાં પિઝા ખાવા કોને ના ગમે, તો ભીડ જોઈને પોલીસની ટીમ પણ પહોંચી હતી. એક વ્યકિતને પિઝાનું એક બોકસ આપવમાં આવતું હોવાની વાત સામે આવી છે.