અમદાવાદ : મેટ્રોસિટી અમદાવાદની ફરી એક શાળા વિવાદમાં આવી છે. અહેવાલો મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઈન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. જેમાં શાળાની વિદ્યાર્થીનિઓને સ્કર્ટ નીચે લેગિંસ નહિ પહેરવાને લઈ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા બહાર વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓના જણાવ્યા પ્રમાણે શોર્ટ સ્કર્ટ નીચે લેગિંસ પહેરે તો સ્કૂલ તરફથી પનિશમેન્ટ અપાતી હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
અહેવાલો મુજબ, અમદાવાદની બોપલ સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેંગિન્સ નહીં પહેરવાની ફરજ પાડતી હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. વાલીઓનો આક્ષેપ કે, “સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીઓને સૂચના આપવામાં આવી છે. વાલીઓનો આરોપ છે કે, પ્રિન્સિપાલ રોજ વિદ્યાર્થીઓને રોકે છે. સ્કૂલમાં મચ્છર પણ છે વિદ્યાર્થીનીઓને ન કરડે એટલે અમે લેંગિન્સ પહેરાવીએ છીએ. વાલીઓએ આરોપ લગાવ્યો કે મેઈલ પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને જવા દે, જ્યારે મહિલા પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને ઊભા રાખે છે.
આ તરફ હવે યુનિફોર્મ સ્કૂલ માટે પ્રાથમિકતા હોવાની પ્રિન્સિપાલની વાલીઓ સામે ડંફાશ કરતાં મામલો ગરમાયો છે. અહેવાલો મુજબ, વિવાદ વકરતા પ્રિન્સિપાલે કહ્યું કે, વાલીઓ લેખિતમાં આપશે તો લેગિન્સ પહેરીને આવવા દઈશું. યુનિફોર્મમાં કોઇપણ ફેરફાર માન્ય નહીં હોય. જો લેગિન્સ સાથે આવવું હોય તો વાલીઓએ તેની લેખિત મંજૂરી આપી પડશે. જોકે હવે પ્રિન્સિપાલના આ નિવેદનથી વાલીઓમાં આક્રોશ પ્રસરી ગયો છે.
આજના સમયમાં ખાસ કરીને છોકરીઓની સુરક્ષા અને આરામને ધ્યાનમાં લેતા અનેક વાલીઓએ પોતાની દીકરીઓને સ્કર્ટ સાથે લેગિન્સ પહેરાવીને સ્કૂલ મોકલવાનું પસંદ કર્યું છે. પરંતુ સ્કૂલના તંત્રએ આ પ્રકારની વ્યવહારિક સમજદારીને નકારી કાઢી છે અને વાલીઓ સામે ધમકીભર્યું વલણ અપનાવ્યું છે. જેમાં સ્કૂલ દ્વારા દીકરીઓ માટે ફરજિયાત સ્કર્ટ પહેરીને આવવાનો નિર્દેશ આપવામાં આવતા હવે આ મામલે વિવાદ ઊભો થયો છે.