અમદાવાદ : શહેરમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. કાંકરિયામાં ખાનગી કલબમાં યોજાયેલા સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. બોલિવૂડના મોટા-મોટા સ્ટાર્સે હાજરી આપી. શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની જોડીએ એવોર્ડ હોસ્ટ કરીને રાતને યાદગાર બનાવી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના કાંકરિયામાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સના રેડ કાર્પેટ પર ફિલ્મી સ્ટાર્સનો જમાવડો એકઠો થયો હતો. સાથે જ અલગ અલગ કેટેગરીમાં પુરસ્કારોની જાહેરાત થઈ હતી. શાહરુખ ખાનની ગ્રાન્ડ એન્ટ્રીથી માહોલ ખૂબ જ રોમાંચક થઈ ગયો હતો. અનન્યા પાંડેએ પોતાના ધમાકેદાર પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા હતા.
A moment of true elegance! 👑
SRK lends a hand to Nitanshi Goel, guiding her to the stage to accept her award. ❤️#SRK #KingKhan #FilmfareAwards2025 pic.twitter.com/cPOMNA0EcJ— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) October 11, 2025
70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘મુનજ્યા’એ બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ખિતાબ મળ્યો, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ, બેસ્ટ એડિટિંગનો એવોર્ડ શિવકુમાર વી. પણિક્કરને ‘કિલ’ ફિલ્મ માટે એનાયત કરવામાં આવ્યો.‘કિલ’એ બેસ્ટ એક્શન (સિયાંગ ઓહ અને પરવેઝ શેખ) અને બેસ્ટ સિનેમૅટોગ્રાફી (રફી મહમૂદ)ના એવોર્ડ્સ પણ જીત્યો. જ્યારે બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનો એવોર્ડ પણ સુભાષ સાહુને આ જ ફિલ્મ માટે મળ્યો.
બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ આદિત્ય ધર અને મોનાલ ઠાકુરે ફિલ્મ ‘આર્ટિકલ 370’ માટે આપવમાં આવ્યો. જ્યારે ‘લાપતા લેડીઝ’ને બેસ્ટ ડાયલૉગ અને સ્ક્રીનપ્લે (સ્નેહા દેસાઈ) અને બેસ્ટ કૉસ્ટ્યૂમ (દર્શન જલાન)નો ખિતાબ મળ્યો.‘લાપતા લેડીઝ’ને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરનો એવોર્ડ પણ મળ્યો, જ્યારે બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ કુણાલ ખેમુએ ‘મડગાંવ એક્સપ્રેસ’ માટે જીત્યો, જે તેમની નવી શરૂઆતનું પ્રતીક છે. આ રાતે ટેકનિકલ કેટેગરીમાં ઘણા નવા નામો ઝળહળ્યા.
Timeless duo! ✨#ShahRukhKhan and #Kajol bring back the magic with a classic performance at the #70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism.😍
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism
Co-Powered By: @itssweetysupari
Associate Partners:… pic.twitter.com/VgGm433fhL
— Filmfare (@filmfare) October 11, 2025
ફિલ્મફેરે દિગ્ગજ એક્ટ્રેસ નૂતનને શ્રદ્ધાંજલિ આપી. ફિલ્મ ફેર દ્વારા એનાયત કરેલા આઈકોન એવોર્ડને રિસીવ કરવા માટે તેમના પુત્રો મોહનીશ બહલ અને પ્રનૂતન બહલે સિને પહોંચ્યા હતા.ફિલ્મફેરની રાતને ખાસ બનાવવા માટે બૉલીવુડના કિંગ શાહરૂખ ખાન બ્લેક સૂટમાં દેખાયા હતા. તેમને આ શાનદાર ઇવેન્ટમાં કરણ જોહર અને મનીષ પાલ સાથે હોસ્ટ કરવાની જવાબદારી સોંપાવામાં આવી છે. શાહરૂખનો આ રોયલ લુક ચાહકોમાં ઉત્સાહ ફેલાવી હતો.
આ ઉપરાંત અક્ષય કુમાર, મનોજ જોશી, મેઘા શંકર, સ્મૃતિ ઈરાની, અનુપમ ખેર, કાજોલ, બોની કપૂર, મુનમુન દત્તા, ધ્વનિ ભાનુશાલી, રાજપાલ યાદવ, સાન્યા મલ્હોત્રા,સિદ્ધાંત ચતુર્વેદી, ભિનેત્રી ક્લાઉડિયા સીએસ્લા સહિતના અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા.
કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસદ્વારા 28 રૂટ પર દોડતી કુલ 183 બસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક રૂટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.