અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે મોડી રાતે RTO પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં વૈભવી કારના પૈડા નીચે કચડાઈને નોકરી કરીને પરત ફરી રહેલો યુવકનું મોત નિપજ્યુ હતું. તો યુવકને કચડીને ઔડી કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સવાર સુધીમાં સીસીટીવી મેળવીને કાર ચાલકને શોધી કાઢ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આરટીઓ સર્કલ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં એક ઓડી કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક વિશાલા હોટલ ખાતે કેશિયર તરીકે નોકરી કરતો હતો. યુવક નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ઓડી કાર ચાલકે તેને અડફેટે લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે કાર ચાલક ચીમનભાઈ બ્રીજથી બાઇક ચાલકને આરટીઓ સર્કલ સુધી ઢસડીને લઈ ગયો હતો.
મૃતક યુવકની ઉંમર 25 વર્ષ છે. મૃતક યશ ગાયકવાડ ઝુંડાલની રહેવાશી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર ઓડી કારનો નંબર GJ-01-RP- 0774 હોવાનું સામે આવ્યું છે. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.