અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટના બીજા તબક્કા હેઠળ શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ કુલ 11 કિલોમીટર લંબાઈનો રોડ 1200 કરોડના ખર્ચે જાન્યુઆરી સુધીમાં નિર્માણ કરાશે.રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-ટુમાં નદીના બંને કાંઠે ગ્રીન ઝોન ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા, ફુડ પ્લાઝા, આર્ટ કલ્ચર સહિતની સુવિધા વિકસાવવામાં આવશે
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ કુલ 11 કિલોમીટર લંબાઈનો રોડનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, અને જાન્યુઆરી સુધીમાં બની જશે. રૂપિયા 1200 કરોડના ખર્ચથી શરૂ કરવામા આવેલા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-ટુમાં નદીના બંને કાંઠે ગ્રીન ઝોન હશે. ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા, ફુડ પ્લાઝા, આર્ટ કલ્ચર સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ફેઝ-ટુ ની કામગીરી પુરી થયા પછી વાસણા બેરેજથી ઈન્દિરાબ્રિજ સુધી નદી કિનારે શહેરીજનો લોંગ ડ્રાઈવની મજા માણી શકશે. શહેરીજનો માટે જુદા જુદા લેવલ ઉપર સીટીંગ વ્યવસ્થા પણ કરાશે.
ફેઝ-ટુ અંતર્ગત અત્યારસુધીમાં 56 ટકા ફીઝીકલ પ્રોગ્રેસ પુરો કરાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ફેઝ-વનમાં 11 કિલોમીટરનો રોડ બનાવાયો હતો. ફેઝ-ટુમાં બંને તરફ 5.5 કિલોમીટર એટલે કે 11 કિલોમીટરમાં ડેવલપમેન્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફેઝ-ટુની વિશેષતા એ છે કે સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટ ટાઈપની ડિઝાઈન કરી મહામ વૃક્ષો ઉગાડી એકટિવ તથા ગ્રીન ડેવલપમેન્ટ થીમ ઉપર કામગીરી થશે. શહેરીજનો માટે જુદા જુદા લેવલ ઉપર સીટીંગ વ્યવસ્થા પણ કરાશે.
રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત કેમ્પ સદર બજારથી ઈન્દિરા બ્રિજ સુધી તથા પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવરથી ઈન્દિરાબ્રિજ સુધી રીટેઈનીંગ વોલ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. બંને છેડે સરેરાશ 4500 મીટર એટલે કે કુલ 9000 મીટર લંબાઈ હશે. રીટેઈનીંગ વોલના પાછળના ભાગમાં રેતી,માટી પુરાણ, પ્લાઝા, એકસેસ, રેમ્પ, ઘાટ તથા ડ્રેનેજ લાઈનના ડાયવર્ઝનની કામગીરી હાલમાં ચાલી રહી છે.


