અમદાવાદ : ઘાટલોડિયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય કેડેટ કોર (NCC)ના 77માં સ્થાપના દિવસની ઉજવણી.ઓપેરેશન કમાન્ડર સહિત મહાનુભાવો હાજર રહ્યા..ગાર્ડ ઑફ ઓનર અપાયું..NCC કેડેટસે પરેડ યોજી,સલામી આપી શિસ્તબદ્ધ ઉજવણી કરી સ્થાપના દિન મનાવ્યો
પ્રાપ્ત વિગતો મુજબ, ઘાટલોડિયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને શાળાના સંયુક્ત ઉપક્રમે NCC દિનની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શંકરજીતસિંઘ (ઓપેરેશન કમાન્ડર), NCC અધિકારીઓ અને ઘાટલોડિયા વોર્ડના પ્રવીણભાઈ પટેલ હાજર રહ્યા હતા.
આ ઉજવણીમાં NCC કેડટ્રેસે મુખ્ય મહેમાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું.કદમતાલનું નિર્દેશન કર્યું અને દેશભક્તિના ગીતોથી સતત ત્રણ કલાક સુધી વિધાર્થીઓને દેશપ્રેમના માહોલમાં મગ્ન કરી દીધા હતા.શાળા પરિવારે પણ આ કાર્યક્રમને માણ્યો.અને વિધાર્થીઓમાં રાષ્ટ્રભક્તિનો સંચાર કરવા પ્રયત્ન કર્યો…


