અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર તળાવમાં હાલ સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તળાવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી ખૂલશે. ત્યારે વસ્ત્રાપુર લેકને લઈને મોટા સમાચાર આવ્યા છે. વસ્ત્રાપુર લેકમાં એન્ટ્રી માટે હવે રૂપિયા ચૂકવવા પડશે. વસ્ત્રાપુર તળાવમાં હવે એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જે એન્ટ્રી ફી 1 ડિસેમ્બર 2026થી લાગુ પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 10 કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે ત્યારે વસ્ત્રાપુર તળાવમાં 10 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. સવારે 6થી 10 સુધી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સવારે 10 થી બપોરે 12 અને બપોરે 2 થી રાત્રે 10 સુધી પુખ્ત વયના લોકો માટે રૂ. 10 ટિકિટ રહેશે. 5 વર્ષ સુધીના બાળકો અને દિવ્યાંગ માટે માટે વિના મૂલ્યે પ્રવેશ રહેશે. 5 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો માટે 5 રૂપિયા એન્ટ્રી ફી રહેશે, જ્યારે 65 વર્ષથી ઉપરનાં નાગરિકો સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ રહેશે. જોકે, ઓળખપત્ર બતાવવું પડશે.
દોઢ વર્ષના રિનોવેશન બાદ આખરે વસ્ત્રાપુર લેકને ખુલ્લું મુકવામાં આવશે. હવે વસ્ત્રાપુર લેકમાં પણ પ્રવેશ ફી લેવામાં આવશે. દરેક મુલાકાતીઓને લેકની મુલાકાત માટે એન્ટ્રી ફી ચૂકવવી પડશે. તો જ લેકમાં એન્ટ્રી મળી શકશે. આ લેકમાં વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન સ્પેસ અને ફૂલછોડની વ્યવસ્થા કરાઈ છે.
સવારે 6:00 થી 10 સુધી નિઃશુલ્ક પ્રવેશ
સવારે 10 થી બપોરે 12 અને બપોરે 2 થી રાત્રે 10 સુધી 10 રૂપિયાની ફી ચૂકવીને એન્ટ્રી મળશે
દિવ્યાંગ વ્યક્તિ, પાંચ વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ
આગામી 1 જાન્યુઆરી 2026 થી પ્રવેશ ફીનું અમલીકરણ થશે


